સૈનિક સ્કૂલ બાલાચડીમાં આંતર સદન વોલીબોલ ચેમ્પિયનશિપ સંપન્ન

  • April 18, 2023 02:03 PM 

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં તા. ૧૧ થી ૧૫ એપ્રિલ ૨૦૨૩ દરમિયાન ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૩-૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું.


આ ચેમ્પિયનશિપમાં છ વરિષ્ઠ હાઉસ ટીમોએ ભાગ લીધો હતો. ટીમોને બે પૂલમાં વહેંચવામાં આવી હતી. ચેમ્પિયનશિપ લીગ કમ નોક આઉટ ધોરણે યોજવામાં આવી હતી. પ્રતાપ હાઉસ અને શિવાજી હાઉસ ફાઇનલિસ્ટ તરીકે ઉભરી આવ્યા હતા. બંને ટીમોના શાનદાર પ્રદર્શન બાદ પ્રતાપ હાઉસે ફાઇનલમાં શિવાજી હાઉસને ૨-૦ થી હરાવીને ટાઈટલ જીત્યું હતું.  એકંદરે ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૩-૨૪ પ્રતાપ હાઉસે જીતી હતી.


કેડેટ અભિષેક કુમાર, પ્રતાપ હાઉસના વર્ગ  અને શિવાજી હાઉસના વર્ગ  કેડેટ નૈતિક ડાભીને અનુક્રમે ચેમ્પિયનશિપના ’શ્રેષ્ઠ ખેલાડી’ અને ’શ્રેષ્ઠ ઉભરતા ખેલાડી’ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.


મુખ્ય મહેમાન કર્નલ શ્રેયશ મહેતા, આચાર્ય, સૈનિક સ્કૂલ બાલાચડીએ વિજેતાઓને ચેમ્પિયનશિપ ટ્રોફી એનાયત કરી હતી.  સભાને સંબોધિત કરતી વખતે, મુખ્ય અતિથિએ વિજેતાઓને અભિનંદન આપ્યા હતા અને કેડેટ્સને તમામ રમતોમાં સક્રિયપણે ભાગ લેવા અને ઓછામાં ઓછી એક રમતમાં શ્રેષ્ઠ બનવાનો પ્રયાસ કરવાની સલાહ આપી હતી. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application