વરસાદનું જોર ઘટયું:રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઉઘાડ ભરૂચ અને સુરત જિલ્લામાં સવારે સામાન્ય ઝાપટા

  • July 03, 2023 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા પાંચેક દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોને ધમરોળી રહેલા વરસાદનું જોર ઘટ્યું છે. નૈઋત્યના ચોમાસાનો પ્રથમ રાઉન્ડ પૂરો થવામાં આવ્યો છે. ગઈકાલે રાજ્યના 83 તાલુકામાં સામાન્યથી જોરદાર વરસાદ વરસ્યા બાદ આજે સવારે છ થી આઠ દરમિયાન બે કલાકમાં માત્ર 11 તાલુકામાં સામાન્ય ઝાપટા પડ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી ઉઘાડ નીકળ્યો છે અને વાતાવરણ સંપૂર્ણપણે સૂર્યપ્રકાશિત રહેવા પામ્યું છે.



હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી વરસાદનો વિસ્તાર અને વ્યાપ ઘટી જશે અને છૂટા છવાયા સામાન્ય ઝાપટાઓ ચાલુ રહેશે. વરસાદ બંધ થવાની સાથે જ ગરમીના પ્રમાણમાં વધારો થયો છે.આજે રાજ્યમાં સરેરાશ 35 થી 36 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવા પામ્યું હતું.


આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન ભરુચ જિલ્લાના વાલીયામાં અઢી, વલસાડ જિલ્લાના કપરાડામાં પોણો, ધરમપુરમાં દોઢ, ઉમરગામમાં અડધો ઇંચ વરસાદ થયો છે. દાહોદ જિલ્લાના દાહોદમાં દોઢ અને તાપી જિલ્લાના ડોલવણમાં દોઢ ઇંચ પાણી પડ્યું છે. ડાંગ જિલ્લાના આહવામાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના ખેરગ્રામમાં પણ સવા ઇંચ વરસાદ થયો છે.રાજ્યના 83 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં અને તેમાં પણ ખાસ કરીને જુનાગઢ ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં વરસાદનું જોર રહ્યું હતું પરંતુ આજે સવારથી ત્યાં પણ જોર ઘટી ગયું છે. આજે સવારે છ થી આઠ દરમિયાન રાજ્યના 11 તાલુકામાં વરસાદ પડ્યો છે અને તેમાં સૌથી વધુ ભરૂચ જિલ્લાના હાસોટ અને સુરત જિલ્લાના બારડોલીમાં અનુક્રમે 11 અને 10 મિલીમીટર પાણી પડ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application