આ વર્ષની RRR અને બ્રમ્હાસ્ત્રને બદલે ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો'ને મળી ઓસ્કાર-2023માં એન્ટ્રી

  • September 21, 2022 01:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતી સિનેમા માટે આનંદના સમાચાર આવ્યા છે. ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' ની ઓસ્કોરમાં એન્ટ્રી થઈ છે. ભારત તરફથી છેલ્લો શો ફિલ્મ ઓસ્કાર-2023 માટે એન્ટ્રી કરનારી ફિલ્મ બની છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ 14 ઓક્ટોબરે ભારતભરમાં રિલીઝ થનાર છે.

સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની ફિલ્મ 'ધ લાસ્ટ ફિલ્મ શો', ભારતમાં પ્રેક્ષકો માટે સિલ્વર સ્ક્રીન પર આગામી દિવસોમાં રજૂ થશે. આ ગુજરાતી ભાષાની ફિલ્મએ વિશ્વભરના વિવેચકો અને પ્રેક્ષકોના દિલો પર કબ્જો જમાવ્યો છે અને 14મી ઑક્ટોબર 2022ના રોજ ગુજરાતના થિયેટરોમાં અને દેશભરમાં  રિલીઝ થશે. ફિલ્મનું નિર્માણ રોય કપૂર ફિલ્મ્સ , જુગાડ મોશન પિક્ચર્સ, મોનસૂન ફિલ્મ્સ, છેલ્લો શો એલએલપી અને માર્ક ડ્યુઅલ દ્વારા કરવામાં આવ્યું છે.

દિગ્દર્શક પાન નલિનની ગ્રામીણ ગુજરાતમાં બાળપણમાં ફિલ્મોના પ્રેમમાં પડવાની પોતાની યાદોથી પ્રેરિત, ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ડિજિટલ ક્રાંતિની વાત કરે છે. સામાજિક દબાણો અને આર્થિક અનિશ્ચિતતાથી લડીને, તે "ફિલ્મ શો" માટેના તેના જુસ્સાને નિષ્ઠા સાથે આગળ ધપાવે છે. આ એક અધિકૃત, ઓર્ગેનિક અને ભાવનાત્મક રીતે જોડાયેલ ડ્રામા ફિલ્મ કહી શકાય.
​​​​​​​

રોબર્ટ ડીનીરોના ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ તરીકે લાસ્ટ ફિલ્મ શોનું વર્લ્ડ પ્રીમિયર યોજાયું હતું અને વિવિધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બહુ બધા પુરસ્કારો જીત્યા હતા. સ્પેનના 66મા વૅલાડોલિડ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન સ્પાઇક પુરસ્કાર સાથે આ ફિલ્મએ તેના થિએટર રન દરમિયાન વ્યવસાયિક સફળતા પણ મેળવી હતી. 

દિગ્દર્શક પાન નલિનની સફળતાની જર્નીમાં એવૉર્ડ વિનીંગ ફિલ્મો સમસારા,વેલી ઓફ ફ્લાવર્સ અને એંગ્રી ઈન્ડિયન ગોડેસીસનો સમાવેશ થાય છે, જેને ફિલ્મ ફેસ્ટિવલ્સ અને પ્રેક્ષકો બંને થકી પ્રસંશા મેળવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application