રાજકોટ : સિવિલ હોસ્પિટલમાંથી ઓક્સિજન સિલિન્ડર ગુમ થવા બાબતે ગાંધીનગરથી તપાસ થઈ, અચાનક સીલીન્ડર મળી ગયા

  • August 04, 2023 09:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ઓકસીજન સિલિન્ડર ગુમ થવા મામલે ગાંધીનગરથી તપાસ કરવામાં આવી છે. હોસ્પિટલના સુપ્રિન્ટેડ તમામ ગુમ થયેલા સિલિન્ડર પરત આવી ગયાનો લેખિત જવાબ રજૂ કર્યો છે. ૧૦૦ જેટલા ગુમ થયેલા સિલીન્ડર ગાંધીનગરથી તપાસ આવતા અચાનક મળી આવ્યા. સિવિલ સુપ્રીડન્ટ રિપોર્ટમાં જણાવ્યું કે, કોરોના કાળ દરમિયાન સમરસ હોસ્ટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, કેન્સર હોસ્પિટલમાં આ સિલીન્ડર આપવામાં આવ્યા હતા જે પરત આવી ગયાનો દાવો કરવામાં આવ્યો છે.



રાજકોટ સિવિલ હોસ્પિટલની થોડા દિવસ અગાઉ ગંભીર બેદરકારી સામે આવી હતી. સિવિલ હોસ્પિટલમાંથી 100થી વધુ ઓક્સિજનના સિલિન્ડર ગુમ થયા હોવાનું સામે આવ્યું હતું. ચોરી થયા છે કે ગુમ થયા છે તે તંત્રને પણ જાણ ન હતી. કોરોના કાળમાં દાતાઓએ આપેલા 100થી વધુ સિલિન્ડર ગુમ થઈ ગયા હતા. કોરોનાના બે વર્ષ પછી પણ ઓક્સિજન બાટલા પરત માંગવામાં આવ્યા નહીં. 100થી વધુ બાટલા ગુમ થયા છે તે હોસ્પિટલના જ સ્ટાફે ઘર ભેગા કર્યા હોવાની ચર્ચા હાલ થઈ રહી હતી. સમગ્ર મામલે ગાંધીનગર થી તપાસ કરવામાં આવતા એકાએક ઑક્સિજન સિલિન્ડર પ્રગટ થઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application