8 ડિસેમ્બર સુધીમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 2 અબજ યુએસ ડોલરનો વધારો

  • December 16, 2023 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોનાના ભંડારમાં નોંધાયો ઘટાડો, ૧૯૯ યુએસ મિલિયન ડોલર ઘટીને થયો ૪૭.૧૩ અબજ ડોલર


આરબીઆઈ દર અઠવાડિયે વિદેશી મુદ્રા ભંડારના આંકડા જાહેર કરે છે. ૮ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર ૨.૮૧૬ યુએસ બિલિયન ડોલરથી વધીને ૬૦૬.૮૫૯ યુએસ બિલિયન ડોલરથયું છે, છેલ્લા રિપોર્ટિંગ સપ્તાહમાં, કુલ અનામત ૬.૧૦૭ યુએસ બિલિયન ડોલર વધીને ૬૦૪.૪૨ યુએસ બિલિયન ડોલર થયું હતું.


ઓક્ટોબર ૨૦૨૧માં દેશનો વિદેશી મુદ્રા ભંડાર ૬૪૫ અબજ યુએસ ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. સેન્ટ્રલ બેંકે ગયા વર્ષથી વૈશ્વિક વૃદ્ધિના દબાણ વચ્ચે રૂપિયાને બચાવવા માટે મૂડી અનામત જમાવ્યું હતું. તેની અસર વિદેશી ભંડાર પર જોવા મળી છે. આરબીઆઈ દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, ૮ ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી વિનિમય સંપત્તિ ૩.૦૮૯ યુએસ બિલિયન ડોલર વધીને ૫૩૬. ૬૯૯ યુએસ બિલિયન ડોલર થઈ છે.


આરબીઆઈએ જણાવ્યું હતું કે સપ્તાહ દરમિયાન સોનાનો ભંડાર ૧૯૯ યુએસ મિલિયન ડોલર ઘટીને ૪૭.૧૩ અબજ ડોલર થયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ ૬૩ યુએસ મિલિયન ડોલર ઘટીને ૧૮.૧૮૮ બિલિયન થયા છે. આરબીઆઈના ડેટા દર્શાવે છે કે સમીક્ષા હેઠળના સપ્તાહમાં આઈએમએફ સાથે ભારતની અનામત સ્થિતિ ૧૧ યુએસ મિલિયન ઘટીને ૪.૮૪૨ અબજ ડોલર થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application