વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતની કારમી હાર ઓસ્ટ્રેલિયન ટીમનો 209 રને વિજય

  • June 11, 2023 05:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનથી હરાવ્યું છે. આ સાથે જ ભારતીય ટીમની ICC ટ્રોફીની રાહ વધી ગઈ છે. ભારતે સતત બીજા વર્ષે આ ટાઈટલ પોતાના હાટ માંથી ગુમાવ્યું છે. મેચના પાંચમા દિવસે ભારતનો મિડલ ઓર્ડર પત્તાની જેમ પડી ભાંગ્યો હતો. લંચ પહેલા ટીમ ઈન્ડિયાનો આખો દાવ 234 રનમાં સમેટાઈ ગયો હતો. ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલીએ 49 રન, અજિંક્ય રહાણેએ 46 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને ચાર અને સ્કોટ બોલેન્ડે ત્રણ વિકેટ ઝડપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application