ભારતીય કુસ્તીબાજોને અનુસર્યા, અમેરિકન બોક્સરે નદીમાં શા માટે ફેંક્યો હતો ગોલ્ડ મેડલ ?

  • May 31, 2023 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધમાં કુસ્તીબાજોએ ગંગા નદીમાં પોતાના જીતેલા મેડલ પધરાવાનો નિર્ણય કર્યો હતો.પરંતુ નરેશ ટિકૈતને પોતાના મેડલ સોંપી જણાવ્યું હતું કે જો પાંચ દિવસમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો તે ફરીથી આવશે.આ અગાઉ અમેરિકન બોક્સરે જાતિવાદના વિરોધમાં પોતાનો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ નદીમાં ફેંકી દીધો હતો. 1960ના રોમ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ જ્યારે મોહમ્મદ અલી પોતાના વતન પહોંચ્યા ત્યારે તેમની સાથે અનાદરભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. મોહમ્મદ અલીનું સાચું નામ કેસિયસ ક્લે હતું. જે 1964માં ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને પોતાનું નામ બદલીને મોહમ્મદ અલી રાખ્યું.



રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનો કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે.ભારતીય કુસ્તીબાજો અમેરિકન બોક્સર મુહમ્મદ અલીના માર્ગે ચાલ્યા છે.કુસ્તીબાજોની અટકાયત કરી FIR નોંધાતા તેઓએ ગંગા નદીમાં પોતાના મેડલો વહેડાવા પહોચ્યા હતા.પરંતુ નરેશ ટિકૈતના સમજાવા પર તેઓએ કહ્યું હતું કે જો પાંચ દિવસમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો તે ફરીથી આવશે. કુસ્તીબાજ વિનેશ ફોગાટે ટ્વિટર કરી માહિતી આપી હતી કે અમારા મેડલ અમે ગંગા નદીમાં પધારાવશું કારણે કે ગંગા માં છે.મેડલના નામે અમારુ શોષણ થાય છે. જો આપણે શોષણ વિરુદ્ધ બોલીએ તો તે આપણને જેલમાં ધકેલી દે છે.


અમેરિકન બોક્સર મુહમ્મદ અલીનો જન્મ કેસિયસ ક્લે એક અશ્વેત અમેરિકના લુઇસવિલે કેન્ટુકીમાં થયો હતો. કેસિયસ ક્લેએ 1964માં ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને પોતાનું નામ બદલીને મોહમ્મદ અલી રાખ્યું. કેસિયસ ક્લેએ 12 વર્ષની ઉંમરે બોક્સિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. કેસિયસ ક્લે 1960 રોમ ઓલિમ્પિકમાં 6 વર્ષમાં ગોલ્ડ જીત્યો હતો.18 વર્ષીય મોહમ્મદ અલી ગોલ્ડ જીતીને ખૂબ જ ખુશ હતો.તેણે પત્રકારોને કહ્યું હતું કે, "મેં 48 કલાક સુધી તે મેડલ છોડ્યો ન હતો. હું તેને પથારીમાં પણ પહેરીને સુતો હતો પરંતુ મને સારી ઊંઘ આવતી ન હતી કારણ કે મારે મારી પીઠ પર સૂવું પડતું હતું  પણ મને તેની પરવા નહોતી. કારણ કે હું ઓલિમ્પિક ચેમ્પિયન હતો.”


મોહમ્મદ અલી તે મેડલ વધુ સમય સુધી પોતાની પાસે રાખી શક્યા ન હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે બોક્સર લુઇસવિલે ઘરે પાછો ફર્યો ત્યારે તેની સાથે જાતિવાદ કરવામાં આવ્યો હતો.એક રેસ્ટોરન્ટે મોહમ્મદ અલીને સેવા આપવાનો ઇનકાર કર્યો હતો. એ રેસ્ટોરન્ટમાં માત્ર ગોરા લોકોને જ સર્વિસ મળતી હતી. જે બાદ મોહમ્મદ અલીની મોટરસાઈકલ ગેંગ સાથે ઝઘડો થયો હતો. અલીએ કહ્યું કે જાતિવાદથી પરેશાન થઈને તેણે પોતાનો મેડલ ઓહાયો નદીમાં ફેંકી દીધો હતો.


તેમની આત્મકથા 'ધ ગ્રેટેસ્ટ'માં મુહમ્મદ અલીએ લખ્યું છે કે તેણે મોટરસાયકલ ગેંગ સાથેની લડાઈ બાદ પોતાનો સુવર્ણ ચંદ્રક ઓહાયો નદીમાં ફેંકી દીધો હતો. ઝઘડો ત્યારે શરૂ થયો જ્યારે રેસ્ટોરન્ટે તેને અને તેના મિત્રને પીરસવાની ના પાડી.મોહમ્મદ અલીએ નિઃશંકપણે જાતિવાદનો સામનો કરવો પડ્યો.ત્યાં કેસિયસ ક્લે ઉર્ફે મુહમ્મદ અલી જાહેરમાં ઓલિમ્પિક નગર તરીકે ઓળખાતા હતા.થોમસ હાઉઝર ‘મુહમ્મદ અલી: હિઝ લાઈફ એન્ડ ટાઈમ્સ'ના લેખક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application