સ્ટાર્ટઅપ મહાકુંભ : 20 સ્ટાર્ટઅપ્સ શેરબજારમાં લિસ્ટેડ, ગણતરીના વર્ષોમાં આ સંખ્યા 100ને પાર થશે : દેશના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સેલ્ફ રેગ્યુલેશનની જરૂર : અમિતાભ કાંત
ભારતનું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિશ્વમાં સૌથી વધુ ગતિશીલ છે. ભારતીય સ્ટાર્ટઅપ્સ આ વર્ષે આશરે રૂ. 1 લાખ કરોડની મૂડી એકત્ર કરી શકે છે. સ્ટાર્ટઅપ મહાકુંભમાં વેન્ચર કેપિટલ ફર્મ પીકના મેનેજિંગ ડિરેક્ટર રાજન આનંદને એવી અપેક્ષા છે કે ભારતીય સ્ટાર્ટઅપ્સ આ વર્ષે 8-12 બિલિયન ડોલર (રૂ. 66,316 થી રૂ. 99,493 કરોડ) એકત્ર કરી શકે છે. આજે ભારતમાં લગભગ 20 સ્ટાર્ટઅપ્સ છે, જે શેરબજારમાં લિસ્ટેડ છે. આગામી 7-8 વર્ષમાં તેમની સંખ્યા વધીને 100 થવાની ધારણા છે.
આનંદને કહ્યું કે, 2021 પહેલા સ્ટાર્ટઅપ્સમાં રોકાણની રકમ 8-10 બિલિયન ડોલર હતી. આ 2021 અને 2022માં સંયુક્ત રીતે વધીને 60 બિલિયન ડોલર થઇ. ગયા વર્ષે રોકાણની રકમ 7 અબજ ડૉલર હતી, જે લોકોએ ઓછી હોવાનું જણાવ્યું હતું. તે શૂન્ય પણ થઈ શક્યું હોત, કારણ કે બે વર્ષમાં છ વર્ષનું ભંડોળ મળી ગયું હતું. આ વર્ષે અમે 8-12 બિલિયન ડોલરનું રોકાણ કરવાના ટ્રેક પર છીએ.
નીતિ આયોગના ભૂતપૂર્વ સીઇઓ અમિતાભ કાંતે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ્સે નવીનતા અને વૃદ્ધિ ચાલુ રાખવા માટે કોર્પોરેટ ગવર્નન્સ અને યોગ્ય મૂલ્યાંકન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. દેશમાં સ્ટાર્ટઅપ્સની ચિંતા અંગે કાંતે કહ્યું કે, આવી કંપનીઓએ લાંબા ગાળે ટકાઉ અને સમૃદ્ધ બનવા માટે કડક પગલાં ભરવા પડશે. તેણે કહ્યું, મેં સ્ટાર્ટઅપને વધતા જોયા છે. તેમાંથી ઘણા તૂટી પડતા પણ જોવા મળ્યા છે. તેથી, કોર્પોરેટ ગવર્નન્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આની જવાબદારી પણ તેમના પર છે. દેશના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સેલ્ફ રેગ્યુલેશનની જરૂર છે.
સરકારી કોન્ટ્રાક્ટ મેળવવાની વધારાની તકો મળશે
કાન્તે ઈઝરાયેલનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં ઈનોવેશનને કારણે સરકાર પોતે જ સ્ટાર્ટઅપ્સ પાસેથી ઉત્પાદનો ખરીદે છે. જો આવી નવીનતા થશે, તો ભારતમાં સ્ટાર્ટઅપ્સ માટે સરકારી કોન્ટ્રાક્ટ મેળવવા અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે વધારાની તકો ઊભી થશે. જો સરકાર પ્રથમ ખરીદી કરવામાં સક્ષમ હોય, તો તે ઘણા સ્ટાર્ટઅપ્સમાં જંગી વૃદ્ધિ માટે સૌથી મોટું ઉત્પ્રેરક હશે.
‘ટેક્નોલોજી સ્ટાર્ટઅપ પોલિસી’ ચર્ચાના અંતિમ તબક્કામાં
સ્ટાર્ટઅપ માટેની પોલીસી આંતર-મંત્રાલય ચર્ચાના અંતિમ તબક્કામાં છે. તેનો અમલ ટૂંક સમયમાં કરવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડના સેક્રેટરી રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે, અમે એક મોટું ફંડ બનાવવા તરફ આગળ વધીશું. સ્ટાર્ટઅપ્સે દેશ અને પોતાના ફાયદા માટે તેમની નવીનતાઓને બૌદ્ધિક સંપદા અધિકારોમાં રૂપાંતરિત કરવી જોઈએ. આ વ્યાપક સંશોધન અને વિકાસ દ્વારા કરી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી: શેરબજારમાં રોકાણ કરવાના બહાને યુવક સાથે રૂ..50 લાખની ઠગાઈ
November 07, 2024 10:58 AMરેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી નાણા ખંખેરતો કોડીનાર પંથકનો યુવક ઝબ્બે
November 07, 2024 10:51 AMડેડરવા નજીક કારે બાઈકને ઉલાળતા જૂનાગઢનું દંપતી ખંડિત
November 07, 2024 10:45 AMપોરબંદરના યોગપ્રેમીઓને રવિવારે વિશિષ્ટ ક્રિયાઓ ની અપાશે તાલીમ
November 07, 2024 10:41 AMવિધાર્થિનીઓને મફતમાં સાયકલની ૫૩૦૦ અરજી, ૫૧૦૨ મંજૂર: આપી એક પણ નહીં
November 07, 2024 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech