અનોખી આવડત, નાક વડે ટાઈપીંગ કરી ભારતીય યુવકે નોંધાવ્યા 10-10 વર્લ્ડ રેકોર્ડ

  • May 15, 2023 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીના રહેવાસી વિનોદ કુમાર ચૌધરી જેએનયુમાં કોન્ટ્રાક્ટ પર ટાઇપિસ્ટ તરીકે કામ કરે છે. નિમ્ન મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા, વિનોદને હૈદરાબાદના મુહમ્મદ ખુર્શીદ હુસૈનને જોઈને નાક વડે ટાઈપ કરવાની પ્રેરણા મળી.


વિનોદ કહે છે કે જ્યારે મેં ખુર્શીદ હુસૈનને જોયું કે તેઓ 47 સેકન્ડના દરે નાક વડે અંગ્રેજીના 103 અક્ષરો ટાઈપ કરી શકે છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે ત્યારે મને લાગ્યું કે હું પણ આવું જ કરીશ. મેં પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું, આ માટે મારું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું હતું. જો કે મેં ખુર્શીદના રેકોર્ડને પાછળ છોડી દીધો છે, પરંતુ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મારું નામ આવે તે માટે હું વધુ પ્રેક્ટિસ કરી રહ્યો છું. આ સાથે મેં આ માટે અરજી પણ કરી છે.


વિનોદ કહે છે કે હું દરરોજ રાત્રે પ્રેક્ટિસ કરું છું. શરૂઆતમાં લોકો મારી મજાક ઉડાવતા હતા, પરંતુ હવે આ મારી તાકાત બની ગઈ છે. નાક વડે ટાઈપ કરતી વખતે બંને હાથ પીઠ પાછળ બાંધેલા હોય છે અને કીબોર્ડ નાક વડે ચલાવવામાં આવે છે. આ સફળતાને પ્રોત્સાહિત કરવા પરિવાર અને જેએનયુના પ્રોફેસરોએ સહકાર આપ્યો છે.


વિનોદ કુમાર ચૌધરીએ એક, બે નહીં, પરંતુ દસ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. વર્ષ 2014માં વિનોદ ચૌધરીએ કીબોર્ડ પર 46.30 સેકન્ડમાં 103 વાક્યો ટાઈપ કર્યા હતા, જે એક રેકોર્ડ છે. વર્ષ 2016માં તેણે એક હાથથી A થી Z સુધી 6.9 સેકન્ડમાં ટાઇપ કર્યું હતું. ત્યારબાદ 2016માં આંખે પાટા બાંધીને હાથથી A થી Z સુધી 6.71 સેકન્ડમાં ટાઇપ કર્યું. 2017માં વિનોદે મોંમાં પેન રાખીને ટાઈપ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. એ જ રીતે, 2018 માં, તેણે મોં દ્વારા ટાઇપ કરવાનો પોતાનો જૂનો રેકોર્ડ તોડ્યો. આ સાથે, 2019 માં, એક આંગળી વડે સૌથી ઝડપી ટાઇપિંગનો વિશ્વ રેકોર્ડ હાંસલ કર્યો. ત્યારે ફરીવાર આ વર્ષે તેમણે પોતાનો જ જુનો રેકોર્ડ તોડ્યો છે. આ સમયે તેમણે નાક વડે A થી Z સુધી માત્ર 27.80 સેકેંડમાં ટાઈપ કરી બતાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application