અલગ અલગ ૬૦ પરિબળોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો ૧૪૫ દેશોનો મીલીટરી પાવર રેન્કિંગ રીપોર્ટ
ગ્લોબલ ફાયરપાવરની ૨૦૨૪ની તાજેતરમાં બહાર પાડવામાં આવેલી મીલીટરી પાવર રેન્કિંગ અનુસાર, ભારત વૈશ્વિક સ્તરે ચોથી સૌથી મજબૂત સેના ધરાવે છે. આ યાદીમાં વિશ્વની સૌથી મજબૂત સેના તરીકે અમેરિકાનું નામ છે. રશિયા પાસે વિશ્વની બીજી સૌથી શક્તિશાળી સેના છે. છેલ્લા ૨ વર્ષથી રશિયા તેના પડોશી દેશ યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યું છે.
અમેરિકા સહિત લગભગ તમામ પશ્ચિમી દેશોએ યુક્રેનને શસ્ત્રો અને આર્થિક મદદ કરી છે. પરંતુ આટલી મદદ કરવા છતાં, યુક્રેન હજી પાસેથી ઇચ્છિત પરિણામ મેળવી શક્યું નથી. ભારતીય સેનાની તાકાત ૧૪ લાખ ૫૫ હજાર છે, જે ચીન પછી વિશ્વમાં સૌથી વધુ છે. ભારતના રિઝર્વ ફોર્સમાં પણ ૧૧ લાખ ૫૫ હજાર સૈનિકો છે. આ સિવાય ભારતના અર્ધલશ્કરી દળમાં ૨૫ લાખથી વધુ સૈનિકો છે. આ ઉપરાંત સેનાને વધુ શક્તિશાળી બનાવવા માટે ટેન્ક, કોમ્બેટ હેલિકોપ્ટર અને મિસાઈલનો પણ બહોળી માત્રામાં સ્ટોક છે.
ગ્લોબલ ફાયરપાવરની ૨૦૨૪ મીલીટરી પાવર રેન્કિંગ સૂચિમાં પાકિસ્તાનને નવમા સ્થાને મૂકવામાં આવ્યું છે. આ રેન્કિંગમાં ભારત પછી દક્ષિણ કોરિયાને પાંચમું, બ્રિટનને છઠ્ઠું, જાપાનને સાતમું, તુર્કીને આઠમું, પાકિસ્તાનને નવમું અને ઇટલીને સાતમું અને સ્થાન આપવામાં આવ્યું છે. સૈનિકોની સંખ્યા, લશ્કરી સાધનો, નાણાકીય સ્થિરતા, ભૌગોલિક સ્થાન અને ઉપલબ્ધ સંસાધનો સહિત આ દેશોની સૈન્ય શક્તિઓને રેન્કિંગ કરતી વખતે લગભગ ૬૦ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. આ પરિબળો મળીને પાવર ઇન્ડેક્સ સ્કોર નક્કી કરે છે, જેમાં નીચા સ્કોર મજબૂત લશ્કરી ક્ષમતાઓ દર્શાવે છે. ગ્લોબલ ફાયરપાવર મિલિટરી સ્ટ્રેન્થ રિપોર્ટ એ પણ તપાસે છે કે દરેક દેશનું રેન્કિંગ એક વર્ષથી બીજા વર્ષમાં કેવી રીતે બદલાયું છે.
પાડોશી દેશ ભૂતાન પાસે સૌથી ઓછી શક્તિશાળી સેના
દુનિયાની ૧૦ સૌથી ઓછી શક્તિશાળી સેનાઓમાં ભૂટાન પ્રથમ ક્રમે છે. યાદીમાં ભૂટાનને વિશ્વની સૌથી ઓછી શક્તિશાળી સેના તરીકે ગણાવવામાં આવ્યું છે. ભુતાન પછી મોલ્ડોવા બીજા નંબરે, ત્રીજા નંબરે સુરીનામ, ચોથા નંબરે સોમાલિયા, પાંચમા નંબરે બેનિન, છઠ્ઠા નંબરે લાઇબેરિયા, સાતમા નંબરે બેલીઝ, આઠમા નંબરે સિએરા લિયોન, નવમા નંબરે સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક અને નંબર પર આઇસલેન્ડ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech