ભારત ફરી સર્જિકલ સ્ટ્રાઇક કરશે: પાક.માં ફફડાટ

  • April 27, 2023 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની ચૂંટણી પૂર્વે ભારત આકં પગલું ભરે તેવો પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતને ડર




જમ્મુ વિસ્તારમાં ૨૦ એપ્રિલે થયેલા આતંકી હત્પમલામાં ૫ ભારતીય જવાનો શહીદ થયા હતા. આ હત્પમલા બાદ ભારતીય સેના સાથે જ તમામ સુરક્ષાદળોના જવાનો આતંકીઓની શોધમાં લાગ્યા છે. જો કે હજુ સુધી તેમનો કોઈ સુરાગ મળ્યો નથી. બીજી બાજુ આ હુમલા બાદ પાકિસ્તાનમાં સતત ડર પેદા થયો છે. પાકિસ્તાનમાં એ વાત ચર્ચામાં છે કે આ આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારત એકવાર ફરીથી પાકિસ્તાન વિદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. ભારતમાં તૈનાત રહી ચૂકેલા પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે તો સર્જિકલ સ્ટ્રાઈકનો સંભવિત સમય સુદ્ધા જણાવી દીધો છે.





પાકિસ્તાની મીડિયાના એક રિપોર્ટ મુજબ અબ્દુલ બાસિતનું કહેવું છે કે પૂંછ હુમલા બાદ પાકિસ્તાનના લોકો એકવાર ફરીથી ભારત તરફથી સર્જિકલ સ્ટ્રાઈક થઈ શકે એવી વાતો કરી રહ્યા  છે. એવું બની શકે કે ભારત આ વર્ષે એસસીઓ અને જી–૨૦ જેવા બહત્પરાષ્ટ્ર્રીય સંગઠનોની અધ્યક્ષતા કરી રહ્યું છે એટલે આ વર્ષે આવું કરશે નહીં. જો કે આગામી વર્ષે સંસદીય ચૂંટણી પહેલા મોદી સરકાર આવી કાર્યવાહી કરી શકે છે.




ભારતના જવાબી એકશનના ડર છતાં પાકિસ્તાન કાશ્મીર રાગ આલાપવામાં બહાર આવતું નથી. ભારતમાં પૂર્વ ઉચ્ચાયુકત રહી ચૂકેલા અબ્દુલ બાસિતે કહ્યું કે જેણે પણ આ (પૂંછ હુમલો) કર્યેા છે તેમણે નાગરિકોને નહીં પરંતુ સેનાને નિશાન બનાવી છે. તેઓ પોતાના અધિકારો માટે કાયદેસર રીતે સંઘર્ષમાં લાગ્યા છે. આ માટે નાગરિકોને બાદ કરીને સેનાને નિશાન બનાવી શકે છે. આંતરરાષ્ટ્ર્રીય કાયદો પણ તેની મંજૂરી આપે છે. બાસિતે કહ્યું કે આ મામલે ભારત પણ જાણે છે કે આપણે કયાં છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application