બાળકોની ઈન્ટરનેટ સુરક્ષા પર નજર રાખવામાં ભારત અમેરિકાથી આગળ !

  • February 07, 2024 05:34 PM 


સ્નેપચેટના ડિજિટલ વેલ-બીઈંગ ઈન્ડેક્સમાં ભારત ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, બ્રિટન અને યુનાઈટેડ સ્ટેટ્સ કરતાં આગળ ; દેશ  સતત બીજા વર્ષે રેન્કિંગમાં ટોચ પર 



જ્યારે બાળકો અથવા કિશોરોની ઓનલાઈન સુરક્ષાની વાત આવે છે, ત્યારે માતાપિતાની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સ્નેપચેટના નવા અહેવાલ મુજબ, ૬૦%થી વધુ ભારતીય માતા-પિતા ઓનલાઈન સુરક્ષા પગલાં વિશે સૌથી વધુ સભાન છે. સ્નેપચેટના ડિજિટલ વેલ-બીઈંગ ઈન્ડેક્સમાં ભારત ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, બ્રિટન અને યુનાઈટેડ સ્ટેટ્સ કરતાં આગળ છે. એટલું જ નહીં, ભારત સતત બીજા વર્ષે રેન્કિંગમાં ટોચ પર છે. અહેવાલ દર્શાવે છે કે કેવી રીતે ભારતીય માતા-પિતા સતત ઑનલાઇન સુરક્ષા તપાસ કરે છે અને 'પેરેન્ટ-ટીન'ના જોડાણની સંસ્કૃતિનો પાયો નાખે છે.


ઓનલાઈન સુરક્ષામાં માતા-પિતા-બાળકોની સંડોવણી પર નોંધપાત્ર ભાર મૂકવા સાથે ભારતે ૬૭નો સ્કોર હાંસલ કર્યો. ૮૨%થી  વધુ ભારતીય માતા-પિતા ટેક સપોર્ટ માટે તેમના કિશોરો તરફ વળે છે, જે પરિવારો વચ્ચે મજબૂત બંધન અને ખુલ્લા સંવાદ દર્શાવે છે. વધુમાં, ૬૦% ભારતીય કિશોરો ઓનલાઈન જોખમોનો સામનો કરતી વખતે સલામતી પ્રત્યે સભાન રહેવાની વાત આવે ત્યારે તેમના માતાપિતા પાસેથી માર્ગદર્શન મેળવે છે. જે માતા-પિતાએ તેમના બાળકો પાસેથી ટેક્નોલોજી સપોર્ટ માંગ્યો હતો, તેમાંથી ૬૪%એ સોફ્ટવેર સંબંધિત માર્ગદર્શન માંગ્યું હતું, જ્યારે ૬૪%એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નેવિગેટ કરવામાં મદદ માગી હતી.


આ ઇન્ડેક્સ ૯,૧૦૦ લોકોના ઓનલાઈન સર્વેના આધારે બનાવવામાં આવ્યો હતો. તેમાં જેન ઝી ૧૩-૧૪ વર્ષની વયના, જેન ઝી વયસ્કો (૧-૨૪ વર્ષની વયના) ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, ભારત, યુકે અને યુએસએ એમ છ દેશોના માતાપિતાનો સમાવેશ થાય છે. પ્રારંભિક ડિજિટલ વેલ-બીઇંગ ઇન્ડેક્સ ૬૨ હોવાનો અંદાજ છે, જે ૦ થી ૧૦૦ના સ્કેલ પર સામાન્ય સરેરાશ પરિણામ છે. ઓનલાઈન સલામતીના મુદ્દાઓમાં સાયબર થ્રેટસ, સેક્સટિંગમાં ભાગ લેવાનું દબાણ, ઉશ્કેરણી અને પોર્નોગ્રાફી જોવા વગેરેનો સમાવેશ થઈ શકે છે. આ ઉપરાંત, બાળકને સાયબર-ફ્લેશિંગ (અશ્લીલ સામગ્રી મોકલવા) અને 'ડીપફેક' પોર્નોગ્રાફી શેર કરવા માટે પણ ઉશ્કેરવામાં આવી શકે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત એપ્સ, ઓનલાઈન ગેમ્સ, સ્માર્ટ હોમ્સ વગેરે પણ બાળકોની સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે. આના પર સતત નજર રાખવાની જરૂર છે.


અલગ અલગ દેશોનો સ્કોર 

ભારત – ૬૭
ઓસ્ટ્રેલિયા – ૬૩
જર્મની – ૬૦
બ્રિટન – ૬૨
યુએસએ – ૬૪
ફ્રાન્સ – ૫૯


સર્વેના બે મુખ્ય તારણો

૧. ૭૮% જનરલ ઝેડ કિશોરો અને પુખ્ત વયના લોકોએ જણાવ્યું હતું કે તેઓને ગયા વર્ષે ઑનલાઇન જોખમનો વધુ અનુભવ થયો  છે, જે ૨૦૨૨ થી ૨% વધુ છે.
૨. ૫૦% માતા-પિતાએ જણાવ્યું હતું કે તેઓ તેમના કિશોરોની ઑનલાઇન પ્રવૃત્તિઓ પર સક્રિયપણે દેખરેખ રાખવાની અલગ અલગ રીતો પણ જાણે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application