76 વર્ષમાં 106 વાર ટકરાઈ છે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ, જાણો કોનું પલડું છે ભારી

  • June 07, 2023 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ આજે (7 જૂન)થી ICC ટ્રોફી એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતવા માટે મેદાનમાં ઉતરશે. બંને વચ્ચે ટાઈટલ મેચ લંડનના ઓવલમાં રમાશે. આ પહેલા આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 106 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર છે. કાંગારૂ ટીમે રમાયેલી 106 મેચોમાંથી 44 વખત જીત મેળવી છે, જ્યારે ભારતીય ટીમે 32 મેચ જીતી છે. બંને વચ્ચે 29 ટેસ્ટ ડ્રો અને એક મેચ ટાઈમાં સમાપ્ત થઈ. બંને વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 1947માં રમાઈ હતી.


અગાઉ આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં બંને ટીમો વચ્ચે ચાર ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઈ હતી, જેમાં ભારતીય ટીમ 2-1થી જીતી હતી. જોકે આ શ્રેણી ભારતમાં રમાઈ હતી, જેમાં ભારતે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી કુલ ટેસ્ટ મેચોમાં ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે સૌથી વધુ 3630 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાં કાંગારૂ ટીમ સામે 55ની એવરેજથી બેટિંગ કરી હતી. આમાં તેનો હાઈ સ્કોર 241 રહ્યો છે. તેંડુલકરે આ દરમિયાન 11 સદી ફટકારી છે.


બીજી તરફ વર્તમાન ખેલાડીઓમાં ચેતેશ્વર પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ 2033 રન બનાવ્યા છે. આ પછી વિરાટ કોહલી 1979 રન સાથે બીજા નંબર પર છે. આ દરમિયાન પૂજારાએ 5 જ્યારે કોહલીએ 8 સદી ફટકારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application