લગ્નગાળામાં રાજકોટ થી ચાર્ટર્ડ પ્લેન ની વધી ડિમાન્ડ:બે દિવસમાં 4 ચાર્ટર્ડમાં જાન ગઈ

  • January 30, 2023 11:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોરઠના ઉદ્યોગપતિ પરિવારે પુત્રની જાન માટે સ્પાઇસ જેટ અને ઇન્ડિગોના ખાસ એરક્રાફ્ટ કરાવ્યા બુક: મુંબઈ થી રાજકોટની ફલાઇટને જયપુર માટે ચાર્ટર્ડ કરાઈ




હાલમાં સૌરાષ્ટ્રમાં લગ્નગાળાની પૂરબહારમાં સીઝન ચાલી રહી છે .લગ્નની આ મોસમ વચ્ચે રાજકોટમાંથી ચાર્ટર પ્લેન દ્વારા છેલ્લા બે દિવસથી જાન જઈ રહી છે. ચૂંટણી પછી રાજકોટ એરપોર્ટ પરથી એક સપ્તાહમાં ચાર્ટર્ડ પ્લેનની સૌથી વધારે મુમેન્ટ જોવા મળી રહી છે લગ્ન ગાળાના લીધે ચાર્ટર્ડ પ્લેન ની ડિમાન્ડ વધી છે.


જાણવા મળતી વિગતો અનુસાર સૌરાષ્ટ્રના એક ઉદ્યોગપતિપરિવારમાં પુત્રના લગ્નની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ગઈકાલે રવિવારે રાજકોટ એરપોર્ટ પરથી સ્પાઈસ જેટ અને ઇન્ડિગોના બે ચાર્ટર્ડ એ જયપુર માટે ઉડાન ભરી હતી. આજે સવારે પણ બે ચાર્ટર્ડ એરક્રાફ્ટ માં જાનૈયા વાજતે ગાજતે જયપુર પહોંચ્યા છે.



હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે ટૂંક સમયમાં ટેક ઓફ થવાની દિશામાં છે ત્યારે હાલમાં રાજકોટ શહેરમાં કાર્યરત એરપોર્ટ પરથી છેલ્લા ઘણા સમયથી વિમાનમાં મુસાફરી કરનાર મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે જેની સાથે સાથ દિલ્હી અને મુંબઈ ઉપરાંત બેંગ્લોર અને ગોવા ની ફ્લાઈટ નિયમિત રીતે ઉડાન ભરી રહી છે તો સાથોસાથ દરરોજ એક ચાર્ટર્ડ પ્લેન રાજકોટ સુરત અને સુરત રાજકોટ ની નિયમિત ઉડાન ફરે છે. એરપોર્ટ નાનું હોવા છતાં પણ ટ્રાફિક અને એરક્રાફ્ટની સંખ્યામાં દીનપ્રતિદિન નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ચાર્ટર્ડ ઉપરાંત એરએમ્બ્યુલન્સ અવરજવર સપ્તાહમાં અંદાજે બેથી ચાર વખત થાય છે.



થોડા મહિનાઓ પૂર્વે રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ અને બાન લેબના મૌલેશભાઈ ઉકાણી ના પુત્ર ના લગ્ન માં રાજકોટ થી ચાર્ટર્ડ પ્લેન દ્વારા જાન રાજસ્થાન ગઈ હતી.ત્યારે લગ્નની શરણાઈ વચ્ચે સોરઠ ના અગ્રણી ઉદ્યોગપતિ ના પરિવારમાં પુત્ર ના લગ્ન પ્રસંગ નિમિત્તે આઠ જેટલા ચાર્ટર્ડ પ્લેન બુક કરવામાં આવ્યા છે. જેમાં બે દિવસમાં ચાર ચાર્ટર પ્લેનમાં ઉદ્યોગપતિ પરિવારના સ્નેહીજનો મિત્ર વર્તુળ સાથે આજે રાજકીય અગ્રણીઓ પણ આ લગ્ન પ્રસંગે હાજરી આપવા માટે રવાના થયા હતા.


સ્પાઈસ જેટ નું 170 સીટ ની કેપેસિટી ધરાવતું એરક્રાફ્ટ અને ઇન્ડિગોનું 90 સીટ ની કેપેસિટી ધરાવતા આ બંને પ્લેન જે મુંબઈ રાજકોટ માટે ઉડાન ભરે છે તેને ચાર્ટર્ડ માં ડાયવર્ટ કરાયા છે આ બંને ફ્લાઈટ ગઈકાલે અને આજે મુંબઈથી રાજકોટ આવ્યા બાદ રાજકોટ થી જયપુર અને જયપુરથી મુંબઈ એ રીતે શેડ્યુલ કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application