શિયાળાની ઋતુમાં વજન વધવું એ સામાન્ય બાબત બની ગઈ છે. આ દિવસોમાં રજાઇ અને ધાબળા નીચે બેસી રહેવા સાથે વિશેષ માત્રામાં ખોરાક પણ આરોગવામાં આવતો હોય છે. ખાસ તો ઠંડીને કારણે આ દિવસોમાં આપણે વધુ ખોરાક આરોગીએ છીએ. તેમાં પણ તળેલી અને મીઠી વસ્તુનું સેવન કરવામાં આવે બીજી તરફ ઠંડીને કારણે રજાઇ અને ધાબળામાંથી નીકળવાનો ઓછો આગ્રહ રાખીએ એટલે સ્વાભાવિક છે કે આ દિવસોમાં વજન વધી જાઇ, શરીર સ્થૂળ થઇ જાય, ઠંડીને કારણે આળસ આવે તો તેની સીધી જ અસર આપણી દૈનિક ધોરણે થતી શારીરિક પ્રવૃત્તિઓ પર પડે છે. ત્યારે આપણે ખાસ કરીને શિયાળાના સમયમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો સ્થૂળતાથી બચી શકીએ છીએ અને આપણા વજનને પણ નિયંત્રિત કરી શકાય છે.
ચા અને કોફીથી દૂર રહેવું
આજના સમયમાં લોકો ચા અને કોફીના શોખીન હોય છે. ચા અને કોફીનું સેવન કરવું તે સામાન્ય બની ગયું છે. ખાસ કરીને શિયાળામાં લોકો ચા અને કોફી વધુ પીવાની આદત બનાવી લે છે. જે વજન વધવાનું એક મોટું કારણ છે. જીહા, ચા અને કોફીનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે અસરકર્તા બની રહે છે અને તેમાં પણ ખાંડનો ઉપયોગ કરવાથી વજન વધવામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે.
યોગ્ય માત્રામાં ઊંઘ
શારીરિક પ્રવૃત્તિ, પૌષ્ટિક આહાર સાથે ઊંઘનું પણ એટલું જ મહત્વ છે. જીહા, પર્યાપ્ત માત્રામાં ઊંઘ તમારા વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. 7 થી 8 કલાકની ઊંઘ સારી માનવામાં આવે છે. જે તમારા પાચનને નિયંત્રિત કરવાની સાથે તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે.
મીઠાઈનું સેવન
શિયાળામાં વિવિધ પ્રકારની મીઠાઈઓ ખાવાની તલપ કોને ન હોય? ગરમાગરમ ગુલાબ જામુન અને ગાજરનો હલવો સહિત મનપસંદ મીઠાઇ આરોગવું સૌ કોઇને પસંદ પડતું હોય છે. પણ આ જ સ્વાદિષ્ટ મીઠાઇ વજન વધારવામાં મહત્વનો ફાળો આપે છે. બેદરકારીપૂર્વક મીઠાઇનું સેવન કરવામાં આવે તો ચોક્ક્સપણે વજન વધી જાય છે અને તે નિયંત્રિત કરવું ખૂબ જ મૂશ્કેલ થઇ જાય છે. આથી, શકય હોય તો મીઠાઇના સેવનથી દૂર રહો અથવા તો ધ્યાનમાં રાખો કે તમે કેટલી માત્રામાં તેનું સેવન કરો છો.
પ્રોસેસ્ડ ફૂડ
તમારું વજન વધારવા માટે પ્રોસેસ્ડ ફૂડ પણ જવાબદાર છે. તેમાં ખાંડ, ચરબી અને કેલરી વધુ હોય છે, જે શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે છે. આ ઉપરાંત આ પ્રકારનો ખોરાક હૃદય અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઉચિત નથી. તેથી તે વધુ સારું છે કે તમે પ્રોસેસ્ડ ફૂડને તમારા આહારમાંથી દૂર કરો.
નોંધ
આ જાણકારી માત્ર સામાન્ય હેતુ અર્થે છે. જેને વ્યવસાયિક ધોરણે ધ્યાનમાં લેવી નહી. જો આપને કોઇ ગંભીર પ્રશ્ન કે બિમારી સતાવતી હોય તો ડોકટરની સલાહ લેવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech