ચાલુ ઓપરેશને દર્દીનું મન માળવે ગયું ને માંગ્યા ગુટખા, ડોક્ટર્સ પણ ન કરી રોક ટોક !

  • February 21, 2024 05:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માત્ર થોડી સેકન્ડની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. લોકોને આશ્ચર્ય થાય છે અને પ્રશ્ન થાય છે કે ઓપરેશન થિયેટરમાં ગુટખા ખાવાની પરવાનગી કેવી રીતે આપવામાં આવી?


આ જોઈને ઈન્ટરનેટ પબ્લિક પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જેમાં ઓપરેશન થિયેટરમાં સારવાર દરમિયાન એક દર્દીને બંને હાથે 'ગુટખા' ઘસતો દર્શાવવામાં આવ્યો છે. વીડિયો શેર કરનાર વ્યક્તિએ પોતાની પોસ્ટમાં કાનપુરનો ઉલ્લેખ કર્યો છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. પરંતુ જેણે પણ આ વાયરલ ક્લિપ જોઈ તે સ્તબ્ધ થઈ ગયા. કેટલાક લોકોએ મજાકમાં લખ્યું છે કે, 'જીવ ભલે જાય પણ ગુટખા નહીં જાય.'


જોકે, કેટલાક લોકોનું કહેવું છે કે કેમેરામાં જે પ્રકારનું વર્તન દેખાય છે, તેવું વાસ્તવિક માં બન્યું ન હોય તેવું પણ બને, કેમ કે તેના હાથની મૂવમેન્ટ e પ્રકારની છે. જો કે અન્ય લોકો કહી રહ્યા છે કે ઓપરેશન થિયેટરમાં દર્દીને ડૉક્ટર આ કેવી રીતે મંજૂરી આપી શકે?


વાયરલ થયેલી ક્લિપને જોઈને અંદાજ લગાવી શકાય છે કે દર્દીની કોઈ સર્જરી થઈ રહી છે, જેની તૈયારી માટે બે નર્સ હાજર છે. વીડિયોમાંથી એવું પણ દેખાય છે કે દર્દી એનેસ્થેસિયાના પ્રભાવ હેઠળ છે, કારણ કે તે ઓક્સિજન માસ્ક પહેરેલો જોવા મળે છે. તે જ સમયે, આંગળીમાં પલ્સ મશીન ફીટ કરવામાં આવે છે. આ સમય દરમિયાન, એક નર્સ પણ ઈન્જેક્શન આપવાની તૈયારી કરતી જોઈ શકાય છે.


આ ચોંકાવનારી ૩૦-સેકન્ડની વીડિયો ક્લિપ એક્સ પર શેર કરવામાં આવી છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, કાનપુર નવા નિશાળીયા માટે નથી. સમાચાર લખાય છે ત્યાં સુધી, વીડિયોને લાખો વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે કોમેન્ટ્સનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.


એક યુઝરે લખ્યું છે કે, 'શોખ બડી ચીઝ હૈ' જ્યારે અન્ય એક યુઝરે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે, 'તમે આ માટે પરવાનગી કેવી રીતે લીધી.' અન્ય એક યુઝરે ટોણો માર્યો, 'ગુટખા મુકેશના પુત્ર ગુટખા રાકેશ.' તો અન્ય એક વ્યકિતએ કહ્યું, 'મારે જીવનમાં આ જ સ્વેગ જોઈએ છે.'



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application