છેલ્લા છ વર્ષમાં જામ્યુકોએ પકડેલા ઢોરમાંથી ૩રપર ના મોત

  • March 01, 2023 11:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી રસ્તે રઝળતા પશુઓને પકડવામાં આવે છે, પરંતુ છેલ્લા છ વર્ષમાં નવેમ્બર ર૦રર સુધીમાં કોર્પોરેશનની દસ વર્ષમાં ૧૦૪૭પ પશુઓને પકડયા છે, પરંતુ જેમાંથી ૩રપર પશુઓ મૃત્યુ પામ્યા છે, ગૌવંશમાં મૃત્યુદરનો આંક ચરમસીમા પર છે, એમ હિન્દુ સેના દ્વારા જણાવવામાં આવ્યું છે.


હિન્દુ સેના શહેર ગૌરક્ષા પ્રમુખ મહાનામ અઘેરાની યાદીમાં જણાવાયું છે કે, ર૦૧૭ માં ૧૦૧૬ પશુઓને પકડ્યા, જેમાંથી પ૩પ મૃત્યુ પામ્યા છે, ર૦૧૮ માં ૧૦૬૧ માંથી ૬૯૦, ર૦૧૯ માં ૧૭૭૭ માંથી ૬રર, ર૦ર૦ માં ર૧૯૧ માંથી ૪૩ર, ર૦ર૧ માં ૧૯૬૭ માંથી ર૬૮ અને ર૦રર ના નવેમ્બર સુધીમાં ર૪૬૩ ઢોર પકડ્યા છે, જેમાંથી ૭૦પ ના મૃત્યુ થયા છે.


​​​​​​​


રણજીતસાગર ગૌવંશનો ડબ્બો ક્યારેક તોડવામાં આવે છે, તો ક્યારેય ગોલ્ડન સીટી પાસેના ડબ્બમાંથી ગૌવંશ ભાગી જાય છે, પોલીસ ગુનો દાખલ કરે છે, પરંતુ પાંચ વર્ષમાં મૃત્યુદર ચરમસીમાએ પહોંચ્યો છે, કારણ કે ૧૦૪૭પ માંથી ૩૦ ટકા એટલે કે ૩રપર પશુઓના મોત થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application