હમ નહીં સુધરેંગે! રાજકોટના જનરલ બોર્ડમાં ફરી મોબાઈલમાં મશગુલ કોર્પોરેટર આજકાલના કેમેરામાં કેદ

  • July 19, 2023 12:04 PM 

રાજકોટના નગરસેવકો નહીં સુધરે તેવું લાગી રહ્યું છે. અગાઉ મળેલી જનરલ બોર્ડની બેઠકમાં અનેક નગરસેવકો પ્રજાના પ્રશ્નોને સાઈડમાં મૂકી મોબાઈલમાં મશગુલ હોવાના દ્ર્શ્યો જોવા મળ્યા હતા તે બાદ મેયર આકરા પાણીએ થઈ ગયા હતા અને જનરલ બોર્ડમાં ફોનનો ઉપયોગ ન કરવા અંગેની સૂચના આપી હતી. ત્યારે આજે જે દ્ર્શ્યો આજકાલના કેમેરામાં કેદ થયા છે તે જોઈને લાગી રહ્યુ છે કે, રાજકોટના કોર્પોરેટરને પ્રજાના પ્રશ્નોમાં કોઈ રસ જ નથી. એક તરફ રાજકોટ શહેરમાં રસ્તાઓના ખાડા, ડામર વર્ક, પેચવર્ક અંગે માહિતી આપવામાં આવી હતી તે જ સમયે વોર્ડ નં.5ના કોર્પોરેટર હાર્દિક ગોહિલ તેમજ વોર્ડ નં.1ના હિરેન ખીમાણીયા તેમજ વોર્ડ નં 13ના નિતીન રામાણી ફોનમાં મશગુલ હોવાના દ્ર્શ્યો આજકાલના કેમેરામાં કેદ થયા છે. પ્રશ્ન એ છે કે, આટલી બધી મોબાઇલની લત હોય શકે ? કે પ્રજાના પ્રશ્નો અંગે ચર્ચા કરવાને બદલે, શું રાજકોટની સ્થિતિ છે તે જાણવાની તસ્દી લીધા વગર મોબાઈલમાં મશગુલ રહેવું પડે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application