હોકી જુનિયર એશિયા કપ: ફાઇનલમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 2-1થી આપી કારમી હાર, રચાયો ઈતિહાસ

  • June 02, 2023 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભારતીય ટીમે 2-1થી જોરદાર જીત પોતાને નામે કરી




23 મેથી 1 જૂન વચ્ચે ઓમાનમાં 10 ટીમો વચ્ચે મેન્સ જૂનિયર હોકી એશિયા કપ 2023નું આયોજન કરાયું હતું. ઓમાનના સલાલાહમાં જુનિયર એશિયા હોકી કપ રમાઈ રહો છે. જેમાં ભારતીય હોકી ટીમે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. એશિયા કપની ફાઇનલમાં ભારતીય હોકી ટીમનો પાકિસ્તાન સાથે જોરદાર સોમાંચક મુકાબલો ખેલાયો હતો.આ મેચમાં ભારતીય ટીમે 2-1થી જોરદાર જીત પોતાને નામે કરી હતી.




8 વર્ષ બાદ યોજાયેલ કપની આ મેચ જીતીને ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે. જુનિયર હોકી ભારતીય ટીમ સૌથી વધુ વખત એશિયન ટાઈટલ જીતનારી ટીમ બની છે. 31 મેના રોજ 2 સેમિફાઈનલ મેચનું આયોજન થયું હતું. જેમાં પાકિસ્તાનને પછાડી ભારતે જીત હાંસલ કરી છે.



મેચમાં કટ્ટર વિરોધી ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ટ્રોફીની જંગમાં ભારતે સફળતા હાંસલ કરી છે. ભારતીય ખેલાડીઓ એ પાકિસ્તાની ખેલાડીઓને 2-1ના સ્કોરથી હરાવ્યા છે. ભારતીય ટીમ ચોથીવાર ચેમ્પિયન બની છે.પાકિસ્તાનની ટીમ રનર અપ રહી હતી. સાઉથ કોરિયાની ટીમ ત્રીજા ક્રમે રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application