OTT પ્લેટફોર્મ કન્ટેન્ટ મામલે સલમાન ખાનનું નિવેદન આવ્યું સામેં કહ્યું, "તમારી દીકરી આ બધું જોશે તો તમને કેવું લાગશે ?"

  • April 07, 2023 12:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં જ સલમાન ખાને એક એવોર્ડ શો માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં સલમાને OTT કન્ટેન્ટ વિશે ખુલીને વાત કરી હતી. સલમાને કહ્યું છે કે OTT પ્લેટફોર્મ માટે સેન્સરશિપની ઘણી જરૂર છે.

આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સુપરસ્ટાર સલમાન ખાનને OTT કન્ટેન્ટને લઈને એક સવાલ પૂછવામાં આવ્યો હતો. જેનો દબંગ ખાને બોલ્ડ અંદાજમાં જવાબ આપ્યો હતો. સલમાને કહ્યું છે કે- 'મને લાગે છે કે OTT પર સેન્સરશિપ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અભદ્ર ભાષા, અશ્લીલતા અને અંતરંગ દ્રશ્યો પર પ્રતિબંધ મુકવો જોઈએ. 15 થી 16 વર્ષના બાળકો પણ તેને ક્યાંક જુએ છે. જો તમને દીકરી હોય અને તે આ બધું જુએ તો તમને કેવું લાગશે? મારા મતે આ માટે સેન્સરશિપની વ્યવસ્થા થવી જોઈએ. જો સારું કોન્ટેન્ટ હશે, તો તે અનેકગણી વધુ ચાલશે અને લોકો તેને જોવાનું પસંદ કરશે. નોંધનીય છે કે સલમાન પહેલા ઘણા સેલેબ્સ પણ આ મુદ્દે પોતાનો વાંધો વ્યક્ત કરી ચૂક્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application