દ્વારકા જિલ્લામાં ગત વર્ષે ૩૩૭ જેટલા પીડીત મહિલાઓને મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા મદદ

  • January 03, 2023 07:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ ૨૦૨૨ દરમિયાન અભયમ ૧૮૧ હેલ્પલાઇન દ્વારા ૩૩૭ પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર જ મદદ પહોચાડવામાં આવી હતી. જેમાંથી ૨૩૩ જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં આવ્યું હતું. જ્યારે અન્ય ૯૫ કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિત મહિલાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર વિગેરે મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જવામાં આવ્યા હતા.


સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્રારા કાર્યાન્વિત અને ઈ.એમ.આર.આઈ.ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઇન તરીકે અભયમ ૧૮૧ મહિલા હેલપલાઇન પિડીત મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થીનીઓ અને સીનીયર સિટીઝન મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. અભયમ હેલ્પલાઇન ૨૪ડ્ઢ૭ વિનામૂલ્યે સેવાઓ પુરી પાડી રહી છે. જેથી દિન પ્રતિદિન ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી રહીં છે.


સરકારની મહિલાઓ પ્રત્યે આ સેવા કટિબદ્ધતા પુરવાર કરી રહી છે. કઠવાડા (અમદાવાદ) ખાતેની ટેકનિકલ સુવિધાથી સુસજ્જ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પિડીત મહીલાને ઝડપી પ્રતિસાદ આપી, ઘટના સ્થળે અભયમ રેસ્ક્યુ ટીમ મદદ, માર્ગદર્શન અને બચાવની સેવાઓ આપી રહી છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિ અને પ્રોજેક્ટ હેડ નરેન્દ્રસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અભયમ સેવાઓ અસરકારતાથી આગળ વધી રહી છે.


મહિલાઓ પર થતા શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર સહિત ઘરેલુ હિંસા સહિતના કિસ્સાઓ, કામના સ્થળે જાતિય સતામણી, લગ્નજીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓની સમસ્યાઓ, બાળ જન્મ, બાળ લગ્ન, બિન જરુરી ફોન કોલ-મેસેજથી હેરાનગતિ, મહિલાને મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઇમ, અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓમાં મદદરૂપ બની છે. 


અસરકારક કાઉન્સિલીંગ દ્વારા વિખરાતા પરિવારને બચાવ્યાની આ કામગીરી કે મનોરોગી મહિલાઓને પરિવાર સાથે મિલન કે સુરક્ષિત આશ્રય અપાવવો કે આત્મહત્યાના વિચારોમાંથી મુક્તિના કેસમાં ૧૮૧ અભયમ વધુને વધુ સુદ્રઢતા થી સેવાઓ પહોચાડી રહી છે. અનેક મહિલાઓના જીવનમાં એક આશાનું કિરણ, સુખમય જીવન જીવવા અભયમ પ્રેરણાદાયી બની રહ્યું છે. તેથી જ ગુજરાતની મહિલાઓ ૧૮૧ વિશ્વાસુ બની રહી છે.


અભયમ મોબાઈલ એપ્લિકેશન, અભયમ પોલિસ હેલ્પ ડેસ્ક પણ ઝડપી સેવાઓ મા ઉપયોગી નિવડી રહ્યું છે. ગુજરાત રાજ્યમાંથી વર્ષ ૨૦૧૫ થી અત્યાર સુધી ૧૨ લાખ જેટલા પિડીત મહિલાઓએ સલાહ - સૂચન,મદદ અને બચાવ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ થયા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application