છુટાછેડા થયા તો પતિએ પત્ની પાસેથી પરત માંગી પોતાની કિડની !

  • February 25, 2024 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘણી વખત, છૂટાછેડાની કાર્યવાહી જટિલ અને તણાવપૂર્ણ બની શકે છે, ખાસ કરીને જો બેવફાઈ સામેલ હોય. આવી સ્થિતિમાં, બંને પક્ષો એકબીજા સામે લડે છે અને મિલકતના ભાગલા પાડવા અને વળતર મેળવવા માટે કાયદાકીય દાવપેચનો આશરો લે છે. ૨૦૦૯ માં, ન્યૂયોર્કના એક ડૉક્ટરે તેની પત્નીને તેને દાનમાં આપેલી કિડની પરત કરવા કહ્યું, અન્યથા તે ૧.૫ મિલિયન ડોલરનું વળતર પણ આપી શકે. ડૉ. રિચાર્ડ બટિસ્ટાએ ૨૦૦૧માં તેમની પૂર્વ પત્ની ડોનેલ બટિસ્ટાને તેમની કિડની આપી હતી, કારણ કે તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર હતી.



આ દંપતી હોસ્પિટલમાં મળ્યા હટ જ્યાં ડોનેલ નર્સ બનવાની તાલીમ લઈ રહ્યા હતા. અહેવાલ અનુસાર, આ કપલે ૧૯૯૦માં લગ્ન કર્યા હતા. જોકે, ડોનેલે કિડની ટ્રાન્સપ્લાન્ટ થયાના ચાર વર્ષ બાદ જુલાઈ ૨૦૦૫માં તેના પતિથી છૂટાછેડા માટે અરજી કરી હતી. રિચાર્ડ અને ડોનેલના છૂટાછેડાનો કેસ ખૂબ જ તંગ હતો અને ૨૦૦૯ માં હેડલાઇન્સ બન્યો હતો કારણ કે આ કેસ ૪ વર્ષથી વધુ સમય સુધી ચાલ્યો હતો. 



સર્જને દાવો કર્યો હતો કે તેની પત્ની તેને ઘણા મહિનાઓથી તેમના ત્રણ બાળકોને મળવાથી રોકી રહી હતી. તેણે મીડિયાને કહ્યું, "આ મારો છેલ્લો ઉપાય છે, હું જાહેરમાં આવું કહેવા માંગતો ન હતો." રિચર્ડ કહે છે કે તેણે તેની પત્નીને કિડની આપી કારણ કે તેને લાગતું હતું કે તે તેમના લગ્નને બચાવશે. તેણે કહ્યું, "મારી પ્રથમ પ્રાથમિકતા તેમને બચાવવાની હતી. બીજો ફાયદો એ હતો કે આનાથી લગ્નજીવન ફરી જીવંત થશે." પરંતુ ડૉક્ટરના કહેવા પ્રમાણે, કિડની ટ્રાન્સપ્લાન્ટના દોઢ કે બે વર્ષ પછી ડોનેલે અન્ય પુરુષો સાથે સંબંધો રાખવાનું શરૂ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News