રાજ્યની 341 પ્રાથમિક શાળાઓ એક જ ઓરડામાં કાર્યરત, ગૃહમાં ગુજરાત સરકારે સ્વીકારી વાસ્તવિકતા

  • February 20, 2024 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારના પૂછ્યો હતો સવાલ ; આગામી સમયમાં વધુ ઓરડા બનાવવાની સરકારે આપી ખાતરી 


ગુજરાત વિધાનસભામાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસી ધારાસભ્યોએ રાજ્ય સરકાર સામે અનેક સવાલોના જવાબો માગ્યા હતા. ત્યારે વિધાનસભામાં સરકારી શાળાઓને લગતા ચોંકાવનારા આંકડા રજૂ કરાયા છે. સરકારના જવાબમાં રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની દયનિય સ્થિતિનો પર્દાફાશ થયો હતો. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારના પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે કબૂલાત કરી હતી કે રાજ્યમાં ૩૪૧ પ્રાથમિક શાળાઓ ૧ ઓરડાથી ચાલી રહી છે. આગામી સમયમાં વધુ ઓરડા બનાવવાની સરકારે ખાતરી આપી હતી.


ઉલ્લેખનીય છે કે ૧૬૦૬ પ્રાથમિક શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલતી હોવાનો પણ ખુલાસો થયો હતો. ૨૦૨૩ની સ્થિતિએ સરકારે ગૃહમાં આંકડા આપ્યા હતા. છોટા ઉદેપુર જિલ્લામાં ૨૮૩ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. દાહોદ જિલ્લામાં ૨૦, ડાંગ જિલ્લામાં ૧૦ શાળામાં એક શિક્ષક છે. ગાંધીનગરમાં ૮, બોટાદમાં ૨૯, ભરૂચમાં ૧૦૨, તો અમદાવાદની ૧૭ શાળાઓમાં એક શિક્ષક છે. ૩૦ વિદ્યાર્થીઓની સામે એક શિક્ષકના નિયમ મુજબ શાળામાં એક શિક્ષક છે. ૫.૩% શાળાઓમાં એક જ શિક્ષક હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો. ધારાસભ્ય તુષાર ચૌધરીના સવાલનો કુબેર ડિંડોરે જવાબ આપ્યો હતો.


આજે કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા ફરી એકવાર સરકારને ગૃહમાં ઘેરવાનો પ્રયાસ થયો હતો. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં સરકાર સામે નકલી કાંડના મુદ્દાને ઉછાળ્યો હતો, અને ગૃહમાંથી વૉકઆઉટ પણ કર્યુ હતું આ મુદ્દા બાદ કોંગ્રેસી ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં આજે કોંગ્રેસી ધારાસભ્યોએ સરકાર સામે પ્રશ્નોત્તરી કરીને જવાબો માંગ્યા હતા, જેમાં આજે વિધાનસભા ગૃહમાં 'નકલીકાંડ'નો મુદ્દો ગુંજ્યો હતો. નકલી કચેરી, નકલી પોલીસ, નકલી અધિકારી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા આજે આ મુદ્દે ગૃહમાંથી વૉકઆઉટ કર્યુ છે. સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્તાવ મુક્યો હતો કે, વિપક્ષ પેટા પ્રશ્નો પુછી શકે છે, પણ વર્તન અયોગ્ય છે. કોંગ્રેસ પક્ષના નેતાએ આજના દિવસે સસ્પેન્ડ કરવા દરખાસ્ત પણ કરાઇ હતી, જે પછી મંત્રી બળવંતસિંહ રાજપૂતે દરખાસ્તને ટેકો આપ્યો હતો. અંતે કોંગ્રેસના હાજર તમામ ધારાસભ્યો આજની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરાયા હતા. વિધાનસભા ગૃહમાં આજે ફરી એકવાર જોરશોરથી નકલી કચેરીકાંડનો મુદ્દો ગુંજ્યો હતો. આજે કોંગ્રેસી ધારાસભ્યોએ નકલી કચેરીકાંડને લઈને ગૃહમાં નારા પણ લગાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application