10 વર્ષમાં સાયબર ક્રિમીનલ્સ મુંબઈવાસીઓના 615 કરોડ ચાઉ કરી ગયા !

  • August 21, 2023 05:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વર્ષ ૨૦૧૩ થી ૩૦ જૂન, ૨૦૨૩ એટલે કે લગભગ ૧૦ વર્ષના સમયગાળા વચ્ચે સાયબર ક્રાઈમથી મુંબઈવાસીઓને 615 કરોડ રૂપિયાનું જંગી નુકસાન થયું છે, મુંબઈ પોલીસ પાસેથી મેળવેલા ડેટા દર્શાવે છે કે, જેમાંથી મોટો હિસ્સો - ૨૬૪ કરોડ રૂપિયા ૨૦૧૯ અને ૨૦૨૧ વચ્ચેના રોગચાળાના વર્ષો દરમિયાન હતા. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, રોગચાળાને કારણે ઇન્ટરનેટના વપરાશમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો અને ત્યારબાદ સાયબર ક્રાઈમમાં વધારો થયો હતો.

 
૨૬૪ કરોડમાંથી માત્ર ૪૧.૮ લાખ રૂપિયા જ પરત વસૂલ કરવામાં આવ્યા છે. આરટીઆઈ દ્વારા મેળવેલ રીપોર્ટ મુજબ, પોલીસે ૧૦ વર્ષમાં ખોવાયેલા રૂ. ૬૧૫ કરોડમાંથી રૂ. ૧૨.૭ કરોડ પાછા મેળવવામાં સફળ રહી છે. તો અન્ય ડેટા દર્શાવે છે કે વસૂલાતની રકમ ૨૦૨૧ થી અત્યાર સુધીમાં રૂ. ૫ કરોડથી પરત મેળવવામાં આવ્યા છે. આ વર્ષે ૩૦ જૂન સુધી ૮૯ લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. ૨૦૧૩ અને ૨૦૨૦ ની વચ્ચે, વસૂલાત વાર્ષિક રૂ. ૧ લાખથી રૂ. ૨૦ લાખની રેન્જમાં હતી.

 
આરટીઆઈ ડેટા તેમજ મુંબઈ પોલીસના આંકડા અનુસાર, ૧૦ વર્ષમાં શહેરમાં નોંધાયેલા કુલ નાણાકીય છેતરપિંડીના શહેરના પોલીસ સ્ટેશનોમાં કુલ ૧૯,૧૭૫ કેસ નોંધાયા છે, જેમાં પાંચ સાયબર પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. જેમાંથી માત્ર ૧,૭૪૦ કેસ ઉકેલાયા છે. સાયબર એક્સપર્ટસનું કહેવું છે કે આ માત્ર હિમશિલાની ટોચ છે. ૨૦૨૧માં મહારાષ્ટ્ર રાજ્ય સાયબર સેલમાં ઓનલાઈન બેંકિંગ છેતરપિંડીની સરેરાશ ૫૮,૦૦૦ ફરિયાદો નોંધાઈ હતી. આમાં માત્ર મુંબઈના ૧૪,૦૦૦ કેસોનો સમાવેશ થાય છે.

ગિફ્ટ સ્કેમ, કેવાયસી, ક્રિપ્ટો સ્કેમ્સ, ફિશિંગ એટેક અને સેક્સટોર્શનના ગુનાઓમાં તોતિંગ વધારો  


એક નિષ્ણાતે જણાવ્યું કે, "દર વર્ષે આ પ્રકારના કેસ વધતા જાય છે. છતાં, માંડ ૬૦૦ થી ૮૦૦ કેસોમાં એફઆઈઆર થઈ છે. ઘણી અરજીઓ અજ્ઞાત ગુનામાં ફેરવાઈ છે. જોબ, કસ્ટમ્સ, ગિફ્ટ, કેવાયસી અને ક્રિપ્ટો સ્કેમ્સ, ફિશિંગ એટેક અને સેક્સટોર્શન જેવા ક્રાઈમ રોગચાળાના સમયમાં વધ્યા છે.
​​​​​​​
 
દાખલા તરીકે, ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ, સાન્તાક્રુઝની ૩૭ વર્ષીય મેક-અપ આર્ટિસ્ટએ મેરેજ પોર્ટલ પર મળેલા એક ફ્રોડ માટે પૈસા એકઠા કરવા સોનાના દાગીના ગીરવી રાખ્યા, જેમાં તેણે પોતાના ૬.૪૫ લાખ ગુમાવ્યા. ૬ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ, ૨૯ વર્ષીય પવઈના રહેવાસીને ખબર પડી કે તેણે સોશિયલ મીડિયા પર મળેલી બ્રિટિશ મહિલા મિત્રએ ૧૧ લાખ રૂપિયા પચાવી પાડ્યા છે. તેણે મહિલાની મદદ કરવા માટે મિત્રો અને પરિવાર પાસેથી પૈસા પણ લીધા હતા. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૧ ના રોજ, બોરીવલીની એક ૩૭ વર્ષીય ગૃહિણીએ વર્ક ફ્રોમ હોમના નામે રૂ. ૨.૩ લાખ ગુમાવ્યા હતા. 
ભૂતપૂર્વ IPS અધિકારી અને વકીલ વાય પી સિંઘે જણાવ્યું હતું કે જો ગુનેગારો ભારતમાં હોય તો તેમની ધરપકડ કરવાની પોલીસ પાસે શ્રેષ્ઠ કુશળતા છે. વકીલ ડૉ. પ્રશાંત માલીએ જણાવ્યું હતું કે સાયબર સેફટી, લોકોમાં અપૂરતી જાગરૂકતા, વિવિધ એજન્સીઓ વચ્ચેના અદ્યતન સહયોગ અને સતત શિક્ષણનો ઉપયોગ લોકોને બચાવમાં મદદ કરી શકે છે. સાયબર ક્રાઇમ ઝડપથી વિકસી રહ્યો છે અને નવી યુક્તિઓ પર અપડેટ રહેવું મહત્વપૂર્ણ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application