પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરખામણી પયગંબર સાથે કરતા ભીડ બની બેકાબુ, મુસ્લિમ વિદ્વાનને ઘટના સ્થળે જ ટોળાએ ઉતાર્યા મોતને ઘાટ

  • May 07, 2023 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ટોળા દ્વારા એક વ્યક્તિને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. બનાવ શનિવારનો હોવાનું સામે આવ્યું છે. મૃતક પર એક રેલી દરમિયાન નિંદાનો આરોપ હતો. મીડિયા અહેવાલો અનુસાર, ગુસ્સે ભરાયેલા ટોળાએ તે વ્યક્તિની નિંદાનો આરોપ લગાવીને મારી નાખ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કથિત વીડિયોમાં સેંકડો લોકોનું ટોળું એક વ્યક્તિને લાકડીઓ વડે માર મારી રહ્યું છે. મૃતક મુસ્લિમ વિદ્વાન હોવાનું કહેવાય છે, જેની ઉંમર આશરે 40 વર્ષ હોવાનું કહેવાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે મૃતક પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનો સમર્થક હતો. 


આ ઘટના વિશે લેખક હેરિસ સુલતાને ટ્વિટ કર્યું છે. સાથે જ તેણે દાવો કર્યો છે કે પાકિસ્તાનમાં ઈસ્લામ વિશે કંઈપણ બોલવું સહેલું નથી. ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ઈમરાન ખાનના સમર્થકની હત્યા અંગે તેમણે દાવો કર્યો છે કે ટોળા દ્વારા માર મારનાર વ્યક્તિ મુસ્લિમ વિદ્વાન હતો.


લેખકના દાવા મુજબ, મૃતકનો ગુનો એ છે કે તેણે જાહેરમાં કહ્યું હતું કે તે "ઈમરાન ખાનને પ્રોફેટ જેટલો પ્રેમ કરે છે". ઈમરાન ખાનને પ્રેમ કરવા પાછળ તેણે તર્ક આપ્યો કે પીટીઈ ચીફ ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ છે. હેરિસ સુલતાને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે હું લગભગ 5 વર્ષથી કહી રહ્યો છું કે લિંચિંગની આવી ઘટનાઓ વધી રહી છે. હેરિસ સુલતાને પોતાના ટ્વીટમાં વીડિયો પણ શેર કર્યો છે, જેમાં ઉશ્કેરાયેલું ટોળું એક મુસ્લિમ વિદ્વાનને માર મારી રહ્યું છે.


હેરિસ સુલ્તાને લખ્યું છે કે પ્રારંભિક અહેવાલો અનુસાર, મૃતકની ઓળખ મૌલાના નિગાર આલમ તરીકે થઈ છે. તેણે આ ઘટનાની વધુ ટીકા કરતા કહ્યું કે પાકિસ્તાનમાં એક સામાન્ય ટિપ્પણી પણ તમને મારી શકે છે. આવનારા સમયમાં, કોઈ પણ પયગંબરનો ઉલ્લેખ ડરથી કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application