TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, 6 ઓગસ્ટના રોજ પ્રિલિમ, આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ

  • July 01, 2023 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

TATની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મહત્વના સામાચાર સામે આવ્યા છે. TAT પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.


આગામી 6 ઓગસ્ટે પ્રિલિમ અને 17મી સપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા યોજાશે. માધ્યમિક માટે TATની મુખ્ય પરીક્ષા યોજાયા બાદ હવે ઉચ્ચતર માધ્યમિક માટે તૈયારી કરતા ઉમેદવારો માટે TATની પરીક્ષાની ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે રાજ્ય પરીક્ષા બોર્ડે આગામી 6 ઓગસ્ટના રોજ પ્રિલિમ પરીક્ષા યોજાશે જેમા બહુવિકલ્પ સ્વરુપે પરીક્ષા લેવામાં આવશે જ્યારે મુખ્ય પરીક્ષા 17મી સપ્ટેમ્બરના રોજ લેવાશે જે વર્ણનાત્મક સ્વરુપમાં લેવાશે.


ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT-HIGHER SECONDARYની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. 5 જુલાઈથી 15 જુલાઈ સુધી ઉમેદવારો http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ 5 જુલાઈથી 17 જુલાઈ સુધી ફી લેવાની પ્રોસેસ થશે. ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે.


​​​​​​​


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application