વહીવટી તંત્રમાં તોળાતા ફેરફારો: વધારાના હવાલા દૂર થશે

  • May 22, 2023 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોલીસ અધિકારીઓની બદલીઓ રથયાત્રા પછી તોળાઇ રહી છે પરંતુ સચિવાલયના વિભાગો અને સાહસોમાં બદલાવ આવશે






ગુજરાત સરકાર પોલીસ ખાતામાં ફેરફાર કરે કે ન કરે પરંતુ સચિવાલયના મહત્વના વિભાગોમાં વધારાના હવાલા દૂર કરવા બ્યુરોક્રેસીમાં નાનું રિસફલ આવી રહ્યું છે. આઇપીએસ અધિકારીઓની વિલંબિત બદલી હવે રથયાત્રા પછી થવાની સંભાવના છે પરંતુ વિભાગોમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા મુખ્યમંત્રી કેટલાક આઇએએસ અધિકારીઓની નવી નિમણૂક કરે તેવી સંભાવના છે.
૩૧મી માર્ચે સરકારે ૧૦૯ આઈએએસ અધિકારીઓની સામૂહિક બદલી કરી હતી ત્યારે તેમાં કેટલાક અધિકારીઓને વધારાના હવાલા સોંપવામાં આવ્યા હતા. સચિવાલયના સૂત્રો કહી રહ્યાં છે કે સરકાર ભલે આઈપીએસ ઓફિસરોમાં બદલીઓ કરતી ન હોય પરંતુ વહીવટમાં નાનો પરંતુ નોંધપાત્ર ફેરફાર આવી રહ્યો છે.





રાય સરકાર સામાન્ય વહીવટ વિભાગ, મહેસૂલ વિભાગ અને પંચાયત અને ગ્રામીણ વિકાસમાં અધિક મુખ્ય સચિવ અને શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ પદ માટે તેમજ કમિશનર ઓફ કોમર્શિયલ ટેકસમાં કાયમી પોસ્ટીંગ કરશે. એવી જ રીતે ગુજરાત મેરીટાઇમ બોર્ડના સીઇઓ અને બીજા કેટલાક મુખ્ય જાહેર સાહસોમાં નવા ચહેરા પસદં થવાની સંભાવના છે.





ચર્ચા એવી છે કે માર્ચમાં જે બદલીઓ કરવામાં આવી છે તેમાં પણ કેટલાક ફેરફારો નિશ્ચિત હોવાનું મનાઇ રહ્યું છે. ગુજરાત રેરા કચેરીમાં ચેરમેન સહિત બે સભ્યો તેમજ રેરા એપેલેટ ટિ્રબ્યુનલમાં ચેરમેનની જગ્યા છેલ્લા છ મહિનાથી ખાલી પડી છે. આ મહત્વના પદો પર કાયમી નિયુકિત કરવાની થાય છે.





ગુજરાત કેડરના ૧૯૯૮ની બેચના આઇએએસ ઓફિસર સંજીવકુમાર પાસે હાલ ત્રણ મહત્વના વિભાગના હવાલા છે. તેમનું રેગ્યુલર પોસ્ટીંગ વન અને પર્યાવરણ વિભાગમાં થયેલું છે પરંતુ સરકારે તેમને અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ તેમજ કલાયમેટ ચેન્જનો વધારાનો હવાલો આપ્યો છે. આ અગાઉ તેઓ જીએસપીસીમાં ફરજ બજાવતા હતા.





કેન્દ્રમાં પ્રતિનિયુકિત પર ગયેલા મહિલા આઇએએસ અધિકારી ડી થારા હાલ તેઓ કેન્દ્ર સરકારમાં હાઉસિંગ મંત્રાલયમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેઓ ગુજરાત પાછા આવે તેવી સંભાવના છે.




આઇએએસ ઓફિસરોની ટ્રાન્સફરના બીજા રાઉન્ડમાં તેમને શહેરી વિકાસ વિભાગમાં મૂકવામાં આવી શકે છે, કેમ કે તેઓ ભૂતકાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ઔડાના સીઇઓ તરીકેનો ચાર્જ સંભાળી ચૂકયાં છે. તેઓ યારે દિલ્હી ગયા ત્યારે ગુજરાતમાં જીઆઇડીસીના એમડી તરીકે ફરજ બજાવતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application