BREAKING NEWS

જામનગર: ઓશવાળ કોલોનીમાં બહુમાળી બિલ્ડીંગના ગેરકાયદે બાંધકામ સામે કોર્ટમાં દાવો

  • June 12, 2026 06:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ઓશવાળ કોલોનીમાં બહુમાળી બિલ્ડીંગના ગેરકાયદે બાંધકામ સામે કોર્ટમાં દાવો

નિયમો નેવે મુકી નકશા મંજુર કરનાર એન્જીનીયરને બ્લેકલીસ્ટ કરવા દાદ મંગાઇ

જામનગરની ઓશવાળ કોલોનીમાં બહુમાળી બિલ્ડીંગના ગેરકાયદેસર બાંધકામ અને મંજુરી અંગે ઓશવાળ કોલોનીમાં રહેતા નિલેશ વૃજલાલ શાહ દ્વારા સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે, જેમાં જામનગર મહાનગરપાલીકાના સિવીલ એન્જીનીયર સહિતના અધિકારીઓ સામે કાનુની જંગ છેડવામાં આવ્યો છે.

સિવિલ એન્જીનીયર દ્વારા ગેરકાયદેસર રીતે ૧૭.૭૫ મીટરની બાંધકામમાં ઉંચાઇ મંજુર કરવામાં આવી છે, ગ્રાઉન્ડ ફલોરમાં રસોડુ અને બે થી પાંચ માળ સુધી પેન્ટ્રી દર્શાવી ચાલાકીપુર્વક ડી-૧ અને આર-૧ કેટેગરીનો ઓથ લેવાયો છે, ફરજીયાત સાઇડ અને પાછળની માર્જીનની જગ્યાઓ પ્લાનમાંથી ગાયબ કરી દેવામાં આવી છે. પાર્કિંગની અપુરતી જગ્યા નિયમ મુજબ ૨૦ ટકા પાર્કિંગ આપવાના બદલે કારના અસંબંધીત માપદંડનો દુરુપયોગ કરી માત્ર ૨૨૯.૮૫ ચો.મી. જેટલી નહીવત જગ્યા દર્શાવાઇ છે. મુદત પુરી થયેલ પરવાનગીનું ગેરકાયદેસર રીવેલીડેશન. 

જામનગર મહાનગરપાલીકાના ટાઉન પ્લાનીંગ અધિકારીએ સત્તાની બહાર જઇને ૭-૪-૨૬ના રોજ પરવાનગી ગેરકાયદેસર રીતે જીવંત કરી આપવામાં આવી હતી, આ ગેરકાયદેસર બાંધકામના કારણે વાદીના પ્લોટમાં હવા ઉજાસ સંપુર્ણપણે અવરોધાય છે અને ગ્રેનેડ સેનીટેશન વ્યવસ્થા જોખમાતા જાહેર સ્વાસ્થ્ય અને બંધારણથી રક્ષીત જીવન જીવવાના અધિકાર પર જોખમ ઉભુ થયુ છે.
​​​​​​​
આ બાબતે અદાલત સમક્ષ દાદ માંગવામાં આવી છે, જેમાં એડવોેકેટ તરીકે મહેશ તખ્તાણી, જીતેશ મહેતા, સંજના તખ્તાણી, મનિષા ભાગવત, નિરાલી ગોસ્વામી, મુર્તુઝા મોદી, રીના રાઠોડ, પુજા રાઠોડ, કિંજલ સોજીત્રા રોકાયા છે.
 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application