8 કલાક ભૂખ્યા રહેવાથી હૃદય સંબંધિત રોગોથી મૃત્યુના જોખમ 91%નો વધારો : ખાસ કરીને યુવાનોમાં ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગનો ક્રેઝ
આજકાલ ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ એ વજન ઘટાડવા અને સ્વસ્થ રહેવા માટે એક સરળ, ફાયદાકારક અને અસરકારક રીત કહેવાય છે. એવો દાવો કરવામાં આવે છે કે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ ફોલો કરીને ઓછા સમયમાં વધુ વજન ઘટાડી શકાય છે. ઘણી હસ્તીઓ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ છે જે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ દ્વારા ઝડપી વજન ઘટાડવાનો દાવો કરે છે. જો કે, એક નવા અભ્યાસ મુજબ, જે લોકો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરે છે તેમનામાં હાર્ટ એટેકનું જોખમ 91% વધી શકે છે.શિકાગો, યુએસએમાં બહાર પાડવામાં આવેલા એક સંશોધન અહેવાલમાં જાણવા મળ્યું છે કે દિવસમાં 8 કલાક ફાસ્ટિંગ કરવાથી હૃદય સંબંધિત રોગોથી મૃત્યુનું જોખમ 91% વધી શકે છે. અમેરિકન હાર્ટ એસોસિએશને પણ આ રિપોર્ટનો સારાંશ રજૂ કર્યો છે.
ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગએ એક પ્રકારની આહાર પદ્ધતિ છે, જેમાં વ્યક્તિ 8-16 કલાક સુધી ફાસ્ટિંગ એટલે કે ઉપવાસ કરે છે. આ રીતે તે 8 કે 16 કલાક પછી જ ખોરાક ખાય છે. આ પ્રકારના ડાયટ પ્લાનને અનુસરવા પાછળનો તર્ક એ છે કે જ્યારે 2 ભોજન વચ્ચેનું અંતર વધારે હોય ત્યારે શરીર ઝડપથી કેલરી અને ચરબી બર્ન કરે છે. આ વજન ઘટાડવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, અમેરિકન હાર્ટ એસોસિએશનના અભ્યાસે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગની પદ્ધતિ પર સવાલો ઉભા કર્યા છે.
અહેવાલ અનુસાર, આ સંશોધન ચીનના શાંઘાઈ જિયાઓ ટોંગ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના વિક્ટર ઝોંગના નેતૃત્વમાં રજૂ કરવામાં આવ્યું હતું. આમાં, અમેરિકન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (યુએસ-સીડીસી) ના હેલ્થ સર્વેમાં સમાવિષ્ટ લગભગ 20,000 લોકોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ સર્વેમાં 48 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતા અડધા પુરુષો અને અડધા મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં, 2003-2009 વચ્ચેના મૃત્યુના ડેટાનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
લાંબા ગાળાની અસરો પર વિગતવાર અભ્યાસની જરૂર
સર્વેમાં જાણવા મળ્યું છે કે જે લોકો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરે છે તેમને હાઈ બ્લડ પ્રેશર, હાયપરટેન્શન, ડાયાબિટીસ અને હૃદયના રોગોનું પ્રમાણ વધુ હતું. જો કે, અભ્યાસમાં તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી કે જે લોકોના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેઓએ કેટલા સમય સુધી અને કેટલી રીતે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કર્યું છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં મેટાબોલિઝમના પ્રોફેસર કીથ ફ્રેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ' એ કેલરી ઘટાડવાની લોકપ્રિય રીત છે. જો કે, આ અભ્યાસ એ પણ દર્શાવે છે કે 'ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ'ની લાંબા ગાળાની અસરો પર વિગતવાર અભ્યાસની જરૂર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરામનાથ આજુબાજુથી ૨૮ ટન કચરો નીકળ્યો; શિવાલયો ફરતે સફાઇ કરવા ઠાકરનો આદેશ
February 25, 2025 02:31 PMસ્ટારબક્સ 1100 કર્મચારીઓને કાઢી મુકશે: યાદી તૈયાર કરાઈ
February 25, 2025 02:26 PMબોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને જામનગરના ધારાસભ્યએ શુભકામનાઓ પાઠવી
February 25, 2025 01:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech