હવે ટ્રેન ત્રણ કલાક મોડી થશે તો પૂરેપૂરું રિફંડ મળશે

  • January 04, 2023 05:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મુસાફર જનતાના હિતમાં કેન્દ્રીય રેલવે મંત્રીએ કરી મહત્વની જાહેરાત, કન્ફર્મ તેમજ આરએસી વાળી ટિકિટ ના રૂપિયા પણ પાછા મળી જશે




કેન્દ્ર સરકાર દ્વારા હવે રાહત ભરી જાહેરાતો ની શરૂઆત કરવામાં આવી છે અને કેન્દ્રીય બજેટ રજૂ થાય તે પહેલા જ મહત્વની જાહેરાતો કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે કેન્દ્રીય રેલવે મંત્રી વૈષ્ણવ દ્વારા દેશની મુસાફર જનતાના હિતમાં મોટો અને મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.



એમણે એવી જાહેરાત કરી છે કે હવે જો કોઈપણ ટ્રેન ત્રણ કલાક અથવા તેનાથી વધુ લેટ થાય તો મુસાફરને પૂરેપૂરું રિફંડ મળી જશે અને આ મુજબનો નવો નિયમ બનાવવામાં આવ્યો છે તેવી માહિતી આપવામાં આવી છે.




વર્તમાન સમયમાં નિયમ એવો છે કે ટ્રેન લેટ થાય અને જો મુસાફર ટિકિટ કેન્સલ કરાવે તો કેટલાક રૂપિયા કપાઈ જાય છે પરંતુ હવે એવું નહીં થાય અને મુસાફરને પૂરેપૂરું રિફંડ મળી જશે. પેલા ઘણા સમયથી આ પ્રકારની લાગણી કરવામાં આવી રહી હતી અને કેન્દ્ર સરકારે તેના તરફ સાનુકૂળ પ્રતિભાવ આપ્યો છે.




અહેવાલમાં એવી ચોખવટ કરવામાં આવી છે કે ભારે ધુમ્મચ ભર્યા વાતાવરણને કારણે જો ટ્રેન ત્રણ કલાક અથવા તેનાથી વધુ લેટ થાય તો મુસાફર ટિકિટ કેન્સલ કરાવીને હવે પૂરેપૂરું રિફંડ લઈ શકશે અને આવી સ્થિતિમાં કન્ફર્મ ટિકિટ ઉપરાંત આરએસી વાળી ટિકિટ પર પણ પૂરેપૂરા પૈસા પાછા મળી જશે.





રેલવે મંત્રી દ્વારા એવી ચોખવટ પણ કરવામાં આવી છે કે જો મુસાફર દ્વારા કાઉન્ટર પરથી રોકડા રૂપિયા આપીને ટિકિટ લેવામાં આવી હોય તો તેવી સ્થિતિમાં તેને તરત જ રોકડ રિફંડ મળી જશે. જો કાઉન્ટર પરથી ટિકિટ લઈને ડિજિટલ પેમેન્ટ કર્યું હશે તો ઓનલાઇન પૂરેપૂરું રિફંડ પાછું મળી જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application