કૂતરું કરડે તો માલિકને જેલ થાય ?

  • November 02, 2023 06:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કૂતરાના કરડવાથી કોઈનું મૃત્યુ, લિફ્ટમાં કૂતરાએ ડિલિવરી બોય પર હુમલો કર્યો જેવા સમાચારો આપણે વારંવાર સાંભળીએ છીએ. અથવા તો આજુબાજુમાં આવા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. દરેક વ્યક્તિ જાણે છે કે કૂતરા જેવા પાલતુ પ્રાણીઓને બચાવવા માટે ઘણા કાયદા અને નિયમો છે, પરંતુ જો કોઈ પાલતુ કૂતરો કોઈને કરડે તો તેની સામે પણ ફરિયાદ કરવાની જોગવાઈ છે. આજે સામાન્ય રીતે કોઈને ખ્યાલ નથી હોતો લે કૂતરા કરડવાની ફરિયાદ ક્યાં કરવી, કોની સામે ફરિયાદ કરવી, કોણ જવાબદાર ગણાય.

જો કોઈ પાલતુ કૂતરો તમને કરડે તો તમે પોલીસ સ્ટેશન જઈને કૂતરાના માલિક વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી શકો છો. કાયદા અનુસાર, જો કોઈ પાલતુ કૂતરો, બિલાડી, ગાય, બકરી અથવા વાંદરો કોઈને નુકસાન પહોંચાડે છે, તો માલિક તેના જવાબદાર છે. ઉદાહરણ તરીકે, જો કોઈ પાલતુ કૂતરો કરડે તો તેના માલિક સામે એફઆઈઆર દાખલ થઈ શકે છે. આઈપીસીની કલમ ૨૮૯ હેઠળ એફઆઈઆર નોંધી શકાય છે.


“કોઈપણ વ્યક્તિ જે અન્ય વ્યક્તિના જીવનને જોખમમાં મૂકે છે અથવા તેના પાળતુ પ્રાણી દ્વારા અન્ય વ્યક્તિને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડે છે તેને આવા બેદરકાર વલણ માટે ૬ મહિનાની જેલ થઈ શકે છે. દંડની જોગવાઈ પણ છે.”


પાલતુ પ્રાણીઓની વર્તણૂંકની જવાબદારી તેના માલિકની છે. એવું સાકેત કોર્ટનું કહેવું છે. કોર્ટે એમ પણ કહ્યું કે જો કોઈ કૂતરાને કારણે કોઈને ઈજા થાય છે તો તેના માટે માલિક સામે કાર્યવાહી થઈ શકે છે અને સજા થઈ શકે છે. એટલું જ નહીં જો કોઈના જીવને જોખમ હોય તો માલિકને જેલ પણ થઈ શકે છે. સાકેત કોર્ટે કૂતરા કરડવાના કેસમાં ચુકાદો આપતાં આ ટિપ્પણી કરી હતી.


૭૮૩૮૫૬૫૪૫૬ પર ફોન કરીને કૂતરાઓની નસબંધી કરાવી શકો છો. આ સિવાય પ્રશાસને એક હેલ્પલાઈન નંબર જારી કર્યો છે. પ્રશાસને કૂતરાના આતંક અંગે ૯૯૯૯૩૫૨૩૪૩ નંબર પર ફરિયાદ કરવા જણાવ્યું છે. હેલ્પલાઇન નંબર ૨૪ કલાક સક્રિય રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application