1 કાંકરો પણ ઉપાડ્યો તો થશે 2 લાખનો દંડ, આ બીચ પર તંત્રએ લાદ્યા કડક નિયમ

  • March 27, 2024 06:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકો દરિયા કિનારે ફરવા જાય છે, તો લગભગ દરેક લોકો ત્યાંથી શંખ, રેતી કે પથ્થરો ઉપાડે છે. ઘણા લોકો તેને દરિયામાં ફેકતા હોય છે. પરંતુ એક એવો ટાપુ એવો પણ છે જ્યાં તમે એક પણ કાંકરો ઉપાડો તો તમારે 2 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. પ્રવાસીઓ માટે કડક ચેતવણી જારી કરવામાં આવી છે. જો કોઈ ભૂલથી પણ આ કરે છે તો તે મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે.


કેનેરી દ્વીપમાં લેન્ઝારોટે અને ફુએર્ટેવેન્ચુરા જતા પ્રવાસીઓ માટે આ ચેતવણી જારી કરવામાં આવી છે. હકીકતમાં, દર ઉનાળામાં હજારો પ્રવાસીઓ અહીં આવે છે. ઘણા દિવસો વિતાવે છે. પરંતુ જ્યારે તેઓ જાય છે, ત્યારે તેઓ એક યાદ તરીકે અહીંના દરિયાકિનારા પરથી પથ્થરો લઇ જાય છે. કેટલાક લોકો પોતાની યાદોને સજાવવા માટે આ બીચ પરથી રેતી પણ લઈ જાય છે. આ કારણે ટાપુ પર કાંકરાની અછત સર્જાઈ છે. તેની સુંદરતા પર અસર થઈ રહી છે. સંભારણું એકત્ર કરવાની પ્રવાસીઓની આ આદત ટાપુઓની ઇકોસિસ્ટમ પર ખૂબ જ ખરાબ અસર કરી રહી છે. આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.


અધિકારીઓનું કહેવું છે કે દર વર્ષે પ્રવાસીઓ લેન્ઝારોટ ટાપુના દરિયાકિનારા પરથી લગભગ એક ટન સામગ્રી લઈ જતા હતા. એ જ રીતે, ફ્યુર્ટેવેન્ચુરાના પ્રખ્યાત "પોપકોર્ન બીચ" પરથી દર મહિને પ્રવાસીઓ તેમની સાથે એક ટન રેતી લઇ જતા હતા. ઘણી વખત માટી, પથ્થરો અને ખડકો જપ્ત કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રવાસીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પહેલીવાર આટલી કડકાઈ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે, જો કોઈ દરિયાકિનારા પરથી ખડકો, પથ્થરો અને માટી એકત્રિત કરવાનો પ્રયાસ કરશે તો તેના પર 13,478 રૂપિયાથી લઈને 2.69 લાખ રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application