પ્રેમમાં નિષ્ફળ થતાં યુવક આત્મહત્યા કરે તો મહિલાને દોશી ન માની શકાય : દિલ્હી હાઈકોર્ટ

  • April 17, 2024 06:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હી હાઈકોર્ટે પ્રેમ સંબંધોને લઈને મહત્વની ટિપ્પણી કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું છે કે જો પ્રેમમાં નિષ્ફળતા બાદ યુવક આત્મહત્યા કરે છે તો તેના માટે મહિલાને દોષિત ઠેરવી શકાય નહીં. મૃતકે એક સુસાઈડ નોટ પણ મૂકી હતી, જેમાં મહિલાની સાથે અન્ય વ્યક્તિને પણ જવાબદાર ઠેરવવામાં આવી હતી.

 રિપોર્ટ અનુસાર હાઈકોર્ટમાં સુનાવણી કરી રહેલા જસ્ટિસ અમિત મહાજને કહ્યું કે જો કોઈ નબળી માનસિકતા ધરાવનાર વ્યક્તિ આવું પગલું ભરે છે તો તેના માટે અન્ય કોઈ વ્યક્તિને દોષી ઠેરવી શકાય નહીં. કોર્ટે કહ્યું, 'જો પ્રેમમાં નિષ્ફળતાના કારણે પ્રેમી આત્મહત્યા કરે, પરીક્ષામાં નબળા પ્રદર્શનને કારણે વિદ્યાર્થી આત્મહત્યા કરે, કેસ ડિસમિસ થયા પછી જો કોઈ ક્લાયન્ટ આત્મહત્યા કરે તો શું મહિલા, સુપરવાઈઝર કે વકીલની ધરપકડ કરવી જોઈએ ? આને ઉશ્કેરવા માટે આત્મહત્યા માટે જવાબદાર ગણી શકાય નહીં.

તેમણે કહ્યું, 'નબળી માનસિકતા ધરાવતી વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને અન્ય વ્યક્તિને આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે જવાબદાર ન ગણી શકાય.' કોર્ટે મહિલા અને અન્ય એક પુરુષને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં આગોતરા જામીન મંજૂર કર્યા છે.

મૃતકના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી હતી. 


કોર્ટે કહ્યું કે વ્હોટ્સએપ ચેટ્સ  રીતે દર્શાવે છે કે મૃતક સંવેદનશીલ સ્વભાવનો હતો. તેણે વધુમાં કહ્યું કે જ્યારે પણ મહિલા વાત કરવાની ના પાડતી ત્યારે તે તેને આત્મહત્યાની ધમકી આપીને ડરાવતો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ટ્રાયલ દરમિયાન કથિત સુસાઈડ નોટના તથ્યો જોવામાં આવશે. અરજદારો તરફથી કોઈ ઉશ્કેરણી કરવામાં આવી હતી કે કેમ તે પણ જોવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application