એન્ટાર્કટિકામાં 'કાલ્વિંગ'ને લીધે તૂટો આઈસબર્ગ, તેનું કદ લંડન શહેર જેટલું

  • January 25, 2023 11:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બ્રિટનનું રિસર્ચ સેન્ટર બચી ગયું, આ આઈસબર્ગનું કદ ૧૫૫૦ ચો.કિ.મી. ક્ષેત્રફળ છે ગત બે વર્ષમાં આ બીજી ઘટના યારે એન્ટાર્કટિકામાં આટલો મોટો હિમખડં તૂટો




એન્ટાર્કટિકાના ઉત્તર–પશ્ચિમ વિસ્તારમાં એક મોટો આઈસબર્ગ તૂટો છે. તેનું આકાર ગ્રેટર લંડન જેટલું જ છે. જોકે ડરાવનારી વાત એ છે કે યાંથી આ આઈસબર્ગ તૂટો હતો તેની નજીકમાં જ એક રિસર્ચ સેન્ટર આવેલું હતું. ગત બે વર્ષમાં આ બીજી ઘટના હતી યારે એન્ટાર્કટિકામાં આટલો મોટો હિમખડં તૂટો હોય. તેને ચાસ્મ–૧ નામ અપાયું છે. હવે તે સમુદ્રમાં તરવા માટે તૈયાર છે.




બ્રિટિશ એન્ટાર્કટિકા સરવેએ જણાવ્યું કે આ હિમખડં એટલે કે આઈસબર્ગ તેની પ્રાકૃતિક પ્રક્રિયા એટલે કે કાલ્વિંગને કારણે તૂટો છે. જોકે તેને કલાઈમેટ ચેન્જ કે પછી ગ્લોબલ વોમિગ સાથે કોઈ લેવા દેવા નથી. ખરેખર તે એન્ટાર્કટિકાના વેસ્ટ બ્રન્ટ ભાગમાં હતો જે ઈસ્ટ બ્રન્ટથી છૂટો પડી ગયો છે.





આ આઈસબર્ગનું કદ ૧૫૫૦ ચો.કિ.મી. ક્ષેત્રફળ છે. તે યારે છૂટો પડો ત્યારે તેની અને મુખ્ય એન્ટાર્કટિકા વચ્ચે ૧૫૦ મીટર મોટી તિરાડ પડી ગઈ હતી. આ તિરાડને એક દાયકા પહેલા જોવામાં આવી હતી. ત્યારથી તે ધીમે ધીમે વધતી જઈ રહી હતી. છેવટે ચાસ્મ–૧ તૂટીનો અલગ થઈ ગયો. આવો જ એક ટુકડો જે ૧૨૭૦ ચો.કિ.મી. ક્ષેત્રફળનો હતો તે ગત વર્ષે તૂટીને અલગ થયો હતો.
બીએએસના ગ્લેશિયોલોજિસ્ટ ડોમિનિક હોડસને કહ્યું કે કાલ્વિંગ એક નેચરલ પ્રોસેસ હોય છે. તે બ્રન્ટ આઈસ સેલ્ફનું કુદરતી વર્તન છે. તેને કલાઈમેટ ચેન્જ કે ગ્લોબલ વોમિગથી લેવા દેવા નથી હોતા. યાંથ આ ટુકડો છૂટો પડો હતો ત્યાં બ્રિટનનું રિસર્ચ સ્ટેશન હેલી–૬ આવેલું છે. આ સ્ટેશને હાજર વિજ્ઞાનીઓે આજુબાજુના વિસ્તારો અને એન્ટાર્કટિકાની સ્થિતિ પર સ્ટડી કરે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application