ભાવનગર જિલ્લાના તાલુકામાં આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ધટક કક્ષાએ મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઇ

  • July 15, 2023 12:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

આપણાં પરંપરાગત અને વિશેષ ગુણકારી બાજરી, જુવાર, રાગી, મકાઇ સહિતના ધાન્યો વિશે જાગૃતિ આવે તે હેતુથી કરાયું આયોજન*


મિલેટ્સ એટલે કે જાડા ધાન્યોમાં રહેલા પોષકતત્વો અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા આશયથી સરકારશ્રી દ્વારા વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવી રહ્યા છે. લોકો પૌષ્ટિક મિલેટ્સ તેમજ શ્રીઅન્નનો મહત્તમ ઉપયોગ કરવા પ્રેરિત થાય તેવા હેતુ સાથે મિલેટ્સ વર્ષ-૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આપણાં પરંપરાગત અને વિશેષ ગુણકારી બાજરી, જુવાર, રાગી, મકાઇ સહિતના ધાન્યો વિશે જાગૃતિ આવે તે હેતુથી ભાવનગર જિલ્લાના, મહુવા  તાલુકામાં આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં સ્પર્ધકોએ રાજગરાની ચિક્કી, રાગીના કુકીઝ, સામાના દહીવડા, બાજરી જુવારના અપમ સહિતની સ્વાદિષ્ટ અને સાત્વિક વાનગીઓ બનાવી હતી.


મિલેટ્સ વાનગી સ્પર્ધામાં મહિલાઓ દ્વારા મિલેટ્સનો ઉપયોગ કરી પોષકતત્વોસભર વાનગીઓ બનાવવામાં આવી હતી તેમજ પોષણ અભિયાન દ્વારા ઉપસ્થિત લોકોને  અન્નના ફાયદા વિશે જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મિલેટ્સમાંથી બનતી વાનગીઓનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડીના બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.


મિલેટ્સ વાનગી સ્પર્ધામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓએ અવનવી વાનગીઓ બનાવી હતી. શ્રેષ્ઠ વાનગી બનાવનારા મહિલાઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


ભાવનગર જિલ્લાના દરેક તાલુકા/ઘટક કક્ષાએ મિલેટ્સ વાનગી હરીફાઈના કાર્યક્રમ રાખવામાં આવેલ હતા. જેમાં ધારાસભ્યોઓ, તાલુકા પંચાયત પ્રમુખઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારઓ તેમજ અન્ય આગેવાનોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application