એપલે યુઝર્સ માટે ડેવલોપર્સ માટે આઈઓએસ 18.2 ડેવલોપર બીટા 1 રિલીઝ કર્યું છે. જો કે કંપ્નીએ હજી સુધી સામાન્ય યુઝર્સ માટે આઈઓએસ 18.1 અપડેટ બહાર પાડ્યું નથી. એપલનું આ અપડેટ એપલ ઈન્ટેલીજન્સ ફીચર સાથે આવવાનું છે, જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. કંપ્નીએ તેની વાર્ષિક ડેવલપર્સ ઇવેન્ટ ડબ્લ્યુડબ્લ્યુડીસી 2024માં રીલીઝ હતું. આમાં પ્લેગ્રાઉન્ડ, જેનોમોજી, ચેટજીપીટી ઈન્ટીગ્રેશનનો સમાવેશ થાય છે.
અહેવાલો અનુસાર, એપલ ઈન્ટેલીજન્સનું પ્રથમ અપડેટ 28 ઓક્ટોબરે પસંદગીના આઈફોન માટે રિલીઝ કરવામાં આવશે. આગામી અપડેટમાં ફોનમાં ચેટજીપીટી દાખલ કરવામાં આવશે. કસ્ટમાઇઝ્ડ ઇમોજી બનાવવા માટે જેનમોજી ટૂલ આઇઓએસ 18.2 માં પણ આપવામાં આવ્યું છે. આ ટૂલનો ઉપયોગ મેસેજ, નોટસ, કીનોટસ અને અન્ય એપ્લિકેશન્સમાં કરી શકાશે.
આ નવા અપડેટ પછી જ્યારે પણ સિરી સાથે વાત કરશો ત્યારે આઈફોન આસિસ્ટન્ટ ચેટજીપીટી પર રીક્વેસ્ટ મોકલશે અને વધુ માહિતી આપશે. આ માટે ચેટજીપીટી એકાઉન્ટ બનાવવાની પણ જરૂર નથી. આ ખાસ ફીચર આઈફોન 16 માટે આવવાનું છે, જેની મદદથી કોઈપણ વસ્તુ અને સ્થળને ઓળખી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે કેમેરા કંટ્રોલ બટનને લાંબા સમય સુધી દબાવી રાખવું પડશે અને ફોનને પોઇન્ટ કરીને તેનો ઉપયોગ કરવો પડશે. ચેટજીપીટી દ્વારા ઑબ્જેક્ટ વિશે પણ પૂછી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech