તમિલનાડુમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીં તિરૂપુરના એક મંદિરમાં, એક વ્યકિતથી ભૂલથી તેનો આઇફોન હુંડીમાં પડી ગયો. મંદિર પ્રશાસને ફોનને 'ભગવાનની સંપત્તિ' જાહેર કરી દીધો હતો અને તેને પરત કરવાનો ઇનકાર કર્યેા હતો. જો કે, તેઓએ સિમ કાર્ડ અને ડેટા દૂર કરવાની મંજૂરી આપી હતી.આ ઘટના ચેન્નઈ નજીક થિરૂપુરમાં અલમિગુ કંડાસ્વામી મંદિરમાં બની હતી.
તમિલ ફિલ્મ 'પલાયથમ્મન'માં એક મહિલા ભૂલથી પોતાના બાળકને મંદિરની 'હુંડી' (દાન પેટી)માં નાખી દે છે. હુંડીમાં પડેલું બાળક 'મંદિરની મિલકત' બની જાય છે. લોકોએ આ રીલની રસપ્રદ વાર્તાનો આનદં માણ્યો પરંતુ વાસ્તવિક જીવનમાં કંઈક એવું જ ચેન્નઈ નજીક થિપુરમાં અલમિગુ કંડાસ્વામી મંદિરમાં થયું હતું એક ભકતથી અજાણતા જ આઈફોન મંદિરની હત્પંડીમાં પડી ગયો હતો, જે પરત લેવા કોશિશ કરી પરંતુ મંદિર પ્રશાશને આ ફોન મંદિરની સંપતી જાહેર કરી દીધો હતો અને પરત આપવા સાફ શબ્દોમાં ઈનકાર કર્યેા હતો.વિનયગપુરમના એક ભકત દિનેશનેખાલી હાથે ઘરે પરત ફરવું પડું હતું કારણ કે મંદિરના અધિકારીઓએ કહ્યું હતું કે હત્પંડીમાં જે કઈં પણ પડું છે તે ભગવાનનું છે. જો કે, તેઓએ તેને સિમ કાર્ડ આપવા અને ફોનમાંથી ડેટા ડાઉનલોડ કરવાની ઓફર કરી.
દિનેશ પરિવાર સાથે મંદિરે ગયો હતો અને પૂજા બાદ હુંડીમાં થોડા પૈસા મુકવા ગયો હતો. તેણે કહ્યું કે જયારે તે તેના શર્ટના ખિસ્સામાંથી નોટસ કાઢી રહ્યો હતો ત્યારે તેનો આઈફોન અકસ્માતે હુંડીમાં પડી ગયો હતો. હત્પંડી ઉંચાઈ પર રાખવામાં આવી હોવાથી તે ફોન ઉપાડી શકયો ન હતો.મંદિર પ્રશાસને મોબાઈલ આપવાની ના પાડી
દિનેશે પહેલેથી જ નવું સિમ કાર્ડ મેળવી લીધું હતું અને ફોન પરત કરવાની તેની અરજી પર નિર્ણય લેવા માટે તેને અધિકારીઓ પર છોડી દીધું હતું. મંદિરના કાર્યકારી અધિકારી કુમારવેલે જણાવ્યું હતું કે હત્પંડીમાં પડેલી કોઈપણ વસ્તુને મંદિર અને દેવતાની ગણવાની પરંપરાનું પાલન કરવામાં આવશે અને ફોન મંદિરની પાસે રાખવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech