હું ખૂબ જ સુંદર છું, બધાં મારા જેવો બાળકો પૈદા કરો: આ મહિલા સોશિયલ મીડિયા પર લોકોને આપી રહી છે વિચિત્ર ઓફર

  • May 04, 2023 05:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દુનિયામાં આજકાલ પૈસા કમાવા માટે લોકો ચિત્રવિચિત્ર ઉપાયો અજમાવી રહ્યા છે. જેનાથી તેમને સારી એવી કમાણી પણ થાય છે.જે લોકોને હજમ થતી નથી.
મોડલ અને એક્ટ્રેસ એલાનો દાવો છે કે, તે ખૂબ જ સુંદર છે. તેના માટે તે કંઈક એવી ઓફર આપી રહી છે, જે અત્યાર સુધીમાં ભાગ્યે જ સાંભળી હશે. અમેરિકાના ટેક્સાસમાં રહેતી એલા બ્લોગર પણ છે અને પોતાની મલ્ટીટેલેન્ટેંડ પર્સનાલિટીથી ખૂબ જ પ્રભાવિત છે. આ જ કારણ છે કે, તે દુનિયામાં પોતાના જેવા અન્ય લોકો પણ હોય તેવું ઈચ્છી રહી છે.


એલાનું કહેવું છે કે, તે હાલમાં પોતાના કોઈ બાળકો પૈદા કરવા માગતી નથી. પણ તેની ઈચ્છા છે કે, તેની માફક શાનદાર જીન્સવાળા બાળકો આ દુનિયામાં હોય. ત્યારે આવા સમયે એલાએ પોતાના એગ્સ વેચવાનો નિર્ણય કર્યો છે. તેણે પોતાની વેબસાઈટ પર તેના માટે 'ગેય માય એગ્સ' નામનું સેક્શન બનાવ્યું છે. તેણે પૈસાના બદલામાં એગ્સ વેચવાની ઓફર આપી છે. પોતાના પૂર્વજોની જાણકારી અને મેડિકલ રિપોર્ટ્સની સાથે તમામ જરુરી દસ્તાવેજોમાં બતાવ્યું છે. તેમનું કહેવું છે કે, આ અંગે તેની વાત પણ અમુક લોકો સાથે ચાલી રહી છે.



મોડલનું કહેવું છે કે, તે ન ફક્ત સુંદર છે, પણ તે મોડલિંગ અને ડોક્યુમેન્ટ્રી મેકિંગનું પણ કામ કરે છે. એક્ટીંગ ઉપરાંત તેને ડાંસ અને પેન્ટીંગનો પણ શોખ છે. જ્યારે તે ફુલ સ્પિડે ટાઈપીંગ પણ કરી લે છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પૈસા કમાવવા માટે તે ડેટીંગ અને વીડિયો ચૈટનું પણ કામ કરે છે. હાલમાં જ તે ચર્ચામાં આવી ચુકી છે કે, કેમ કે તેણે પોતાના માટે પાર્ટનર શોધવા માટે 60 પ્રશ્નોની એક યાદી બનાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application