BREAKING NEWS

બાગાયત વિભાગની વિવિધ યોજનાઓમાં સહાયનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લું મૂકાયું

  • May 22, 2026 09:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાગાયત વિભાગની વિવિધ યોજનાઓમાં સહાયનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લું મૂકાયું


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ તા.૦૮ જૂન સુધી અરજી કરી શકશે


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને જણાવવાનું કે વર્ષ ૨૦૨૬ -૨૭માં બાગાયત વિભાગની વિવિધ યોજનાઓમાં આર્થિક સહાયનો લાભ  લેવા માટે સરકાર દ્વારા  આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ https://ikhedut.gujarat.gov.in ઉપર 0૮/૦૬/૨૦૨૬  સુધી ઓનલાઈન અરજી કરી શકશે. 

આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ઘટકોમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં, 

ઘટક: મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ)

આ યોજના હેઠળ બાગાયતી પાકોના મૂલ્ય વર્ધન, કેનીંગ અને કિચન ગાર્ડન વિષય પર તાલીમ આપવામાં આવશે. આ યોજના હેઠળ તાલીમાર્થી દીઠ નિયમોનુસાર રૂ. ૨૫૦/- પ્રતિ દિન વૃતિકા તરીકે મળવાપાત્ર રહેશે.

ઘટક: અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ)

ત્રણ દિવસીય માળી તાલીમ લેવાની રહેશે. તાલીમાર્થીને રૂ.૨૫૦/- પ્રતિ દિનની મર્યાદામાં વૃત્તીકા માટે ખર્ચ કરવાનો રહશે. તાલીમાર્થીને ઉપયોગી ગાર્ડન ટુલ કીટ ખર્ચ રૂ. ૧૫૦૦/- ની મર્યાદામાં તાલીમાર્થી દીઠ કરવાનો રહશે.

વધુ માહીતી માટે બાગાયત કચેરી “નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી”, જીલ્લા સેવા સદન, બીજો માળ, રૂમ નં. એ-૨-૧૮, લાલપુર રોડ, જામ-ખંભાળીયા સંપર્ક ન. ૦૨૮૩૩-૨૩૫૯૯૫ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application