‘મેં જાણી જોઈને બજરંગબલીના સંવાદ આ રીતે લખ્યા છે’, 'આદિપુરુષ'ના ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરનું વિવાદ બાદ નિવેદન

  • June 17, 2023 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપરસ્ટાર પ્રભાસ, અભિનેત્રી કૃતિ સેનન અને સૈફ અલી ખાન અભિનીત બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આદિપુરુષ' શુક્રવારે, 16 જૂને સિનેમાઘરોમાં આવી ગઈ છે. ફિલ્મને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ આ ફિલ્મના પાત્રોના ડાયલોગ ચાહકોને વધુ પસંદ ન આવ્યા, જેના કારણે યુઝર્સે સોશિયલ મીડિયા પર મેકર્સને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. 'આદિપુરુષ'માં ભગવાન હનુમાનના ડાયલોગને લઈને હંગામો થયો છે, જેના પર હવે ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરે ખુલાસો કર્યો છે.


વાસ્તવમાં, 'આદિપુરુષ'માં 'હનુમાન'ના ડાયલોગ પર થયેલા વિવાદ પર પ્રતિક્રિયા આપતા મનોજ મુન્તાશીરે કહ્યું છે કે તેણે આવો સંવાદ કેમ લખ્યો? મનોજ મુન્તાશીર કહે છે કે જે ડાયલોગને લઈને હોબાળો છે તે જાણી જોઈને એવી રીતે લખવામાં આવ્યો છે કે આજના લોકો તેની સાથે રિલેટ કરી શકે.


મનોજે એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે શા માટે માત્ર હનુમાનજીની જ વાત કરવામાં આવી રહી છે. મને લાગે છે કે જો વાત કરવી જોઈએ તો ભગવાન શ્રીરામના સંવાદો વિશે પણ વાત કરવી જોઈએ. અમારી પાસે માતા સીતાના સંવાદો છે, જેમાં તે અશોક વાટિકામાં બેઠેલા રાવણને પડકાર આપે છે કે રાવણ તારી લંકામાં એટલું સોનું નથી કે જાનકીનો પ્રેમ ખરીદી શકે. તેના વિશે કેમ વાત કરવામાં આવતી નથી.


મનોજ મુન્તાશીરે કહ્યું કે આ સંવાદો જાણી જોઈને લખવામાં આવ્યા છે, આમાં કોઈ ભૂલ નથી. બજરંગ બલીના સંવાદો એક પ્રક્રિયામાંથી પસાર થયા છે, અમે તેમને ખૂબ જ સરળ રાખ્યા છે. ફિલ્મમાં ઘણા પાત્રો હોય છે અને દરેક જણ એક જ ભાષા બોલી શકતા નથી, તેથી કંઈક અલગ હોવું જોઈએ, તેથી તે આ રીતે લખવામાં આવ્યું હતું.


સ્પષ્ટતા રજૂ કરતાં મનોજ મુન્તાશીરે કહ્યું કે આપણે રામાયણને કેવી રીતે જાણી શકીએ? આપણી પાસે વાર્તા કહેવાની પણ પરંપરા છે. રામાયણ એક એવું પુસ્તક છે, જેને આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application