હાઈપર ટેન્શનના દર્દીઓએ દરરોજ આ ફળ ખાવાથી દુર થશે સમસ્યા

  • May 22, 2023 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાયપરટેન્શન અથવા હાઈબ્લડ પ્રેશરની સમસ્યા આજકાલ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. આ એવી સ્થિતિ છે જેમાં હૃદયમાંથી લોહીને શરીરના અન્ય ભાગોમાં લઈ જતી ધમનીઓમાં બ્લડ પ્રેશર વધી જાય છે. જેના કારણે કિડની, ફેફસા અને હૃદયને નુકસાન થવાનો ખતરો રહે છે.


સારા આહારથી તમે ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. હાઈપરટેન્શન પણ તે સમસ્યાઓમાંથી એક છે. બ્લડ પ્રેશરમાં ઝડપથી વધારો થવાને કારણે લોકોને હાઈપરટેન્શનની સમસ્યાનો સામનો કરવો પડે છે અને આમાં તમારો આહાર મહત્વની ભૂમિકા ભજવે છે. સામાન્ય બ્લડ પ્રેશર સ્તર 120/80 mmHg અથવા તેનાથી થોડું ઓછું છે. પરંતુ જો તમારું બ્લડ પ્રેશર ખૂબ ઊંચું છે, તો તમારે તમારી જીવનશૈલી અને આહારમાં ફેરફાર કરવો જરૂરી છે.


આરોગ્ય નિષ્ણાતો માને છે કે હાઇપરટેન્શન ઘટાડવા માટે તમારે ઓછી ચરબીવાળા ઓછા કોલેસ્ટ્રોલવાળો ખોરાક લેવો જરૂરી છે. આ સિવાય એક્સપર્ટ્સનું કહેવું છે કે હાઈપરટેન્શન ઓછું કરવા માટે ફાઈબર અને પોટેશિયમ વધુ હોય એવા ફળો અને શાકભાજી ખાઓ. હાઈપરટેન્શનના આહાર માટે કેળાને સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે.ફાઈબર અને વિટામિનથી ભરપૂર કેળામાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. તેમાં ફાઈબર, વિટામિન બી, વિટામિન સી મળી આવે છે. આ સાથે તેમાં દ્રાવ્ય ફાઇબર પણ હોય છે. જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે.


કેળામાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે જે આપણને ઘણી બીમારીઓ અને ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. એન્ટિઓક્સિડન્ટ્સ કુદરતી રીતે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.પોટેશિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેના કારણે તે હાઈપરટેન્શન માટે યોગ્ય માનવામાં આવે છે. આ ખાવાથી હૃદયરોગનો ખતરો ઓછો થાય છે અને બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. પોટેશિયમ બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. હેલ્થ એક્સપર્ટના મતે એક મધ્યમ કદના કેળામાં 450 ગ્રામ પોટેશિયમ જોવા મળે છે.


કેળામાં સોડિયમની માત્રા ઘણી ઓછી હોય છે, જેના કારણે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.તમે પોટેશિયમથી ભરપૂર વસ્તુઓ જેટલી વધુ ખાઓ છો તેટલું જ તમારા શરીરમાંથી સોડિયમ બહાર નીકળે છે.હાઈપરટેન્શનના દર્દીઓ કેળાને સીધું પણ ખાઈ શકે છે અથવા જો તમે ઈચ્છો તો સ્મૂધી અથવા મિલ્કશેકના રૂપમાં કેળાનું સેવન કરી શકો છો. તમે કેળાને તમારા નાસ્તાના અનાજમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application