દ્વારકાની પરિણીતાને દહેજની માંગણી કરી ત્રાસ આપતો પતિ
દ્વારકામાં બિરલા લોટ વિસ્તારમાં હાલ રહેતી અને સતારભાઈ કાસમભાઈ વૈયાણીની ૪૪ વર્ષની પરિણીત પુત્રી નજમાબેન હનીફ લાલપરિયાના લગ્ન કોરોનાકાળ દરમિયાન જામનગરના દરબારગઢ પોલીસ ચોકી વિસ્તારમાં રહેતા હનીફ સતારભાઈ લાલપરિયા સાથે થયા હતા.
જે-તે સમયે લગ્ન દરમિયાન મર્યાદિત સંખ્યા અંગેની સરકારની ગાઈડલાઈન હોય અને વધારે માણસો એકઠા થવા પર પ્રતિબંધ હોવાથી નજમાબેનના પિતાએ જમણવાર રાખ્યો ન હતો. આ પછી નજમાબેનના પતિ હનીફ સતારભાઈએ તેની સાથે અવારનવાર મારકૂટ કરી અને તેના ભાઈના ઘરેથી પૈસા લઈ આવી નથી તેમ કહીને પૈસા તથા દાગીના લઈ આવવા માટે દબાણ ફરતો હોવાનું નજમાબેનની પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આમ, પરણીતાને શારીરિક તથા માનસિક દુ:ખ-ત્રાસ આપવા સબબ દ્વારકા પોલીસે આરોપી પતિ સામે સ્ત્રી અત્યાચારની કલમ તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.