રાજકોટ–ભાવનગર હાઇવે પરથી ટાટા ૪૦૭ વાહનમાં લઇ જવાતો ૧૫૧ પેટી દા કી..૯.૬૧ લાખનો બાબરા પોલીસે ઝડપી લઇ દાનો જથ્થો અને વાહન કબ્જે કરી ૧૩.૬૧ લાખનો મુદામાલ કબ્જે કર્યેા હતો. વાહન ચાલક અંધારાનો લાભ લઇ નાશી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ બાબરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, ભાવનગર તરફથી જીજે–૧–સીવાય–૧૦૯૯ નંબરનું ટાટા ૪૦૭ વાહન આવી રહ્યું છે તેમાં મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દાનો જથ્થો લઇ જવામાં આવી રહ્યો છે, જે બાતમીના આધારે બાબરા પોલીસે રાજકોટ–ભાવનગર હાઇવે પર માતિ હોટેલ નજીક વોચ ગોઠવાતા ટાટા ૪૦૭ વાહન પસાર થયું હતું, પોલીસે ચાલકને વાહન ઉભું રાખવાનું કહેતા ચાલકે વાહન હંકારી મુકતા પોલીસે ખાનગીકારમાં પીછો કર્યેા હતો. દરમિયાન આગળ જતા વાહન રેઢું મૂકી ચાલક નાશી છૂટો હતો. પોલીસે તાલપત્રી ઉંચકાવી જોતા જુદી જુદી બ્રાન્ડનો ઈંગ્લીશ દાની ૧૫૧ પેટી મળી આવતા દાનો જથ્થો અને ટાટા ૪૦૭ વાહન કી.. ૧૩,૬૧,૯૨૦નો મુદામાલ કબ્જે કરી નાશી છૂટેલા અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી વાહનના નંબરના આધારે શોધખોળ હાથ ધરી છે.
આ કામગીરી બાબરા પોલીસ મથકના પીઆઈ આર.આર.પરમારની રાહબરીમાં એએસઆઈ કિરણભાઈ સોલંકી, હેડ.કોન્સ.રાજભા વાઘેલા, રમેશભાઈ કોતર, પો.કોન્સ.જગદીશભાઈ રામાણી, વિજયભાઈ ચારડીયા, ભારતભાઈ મકવાણા સહિતના સ્ટાફ દ્રારા કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application