ડ્રગ્સ, દારૂ, ગાંજાના વ્યસની પતિએ પત્નીને ફિનાઇલ પાઈ, લાદીમાં માથા અથડાવ્યા

  • August 03, 2023 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મારા મમ્મી પપ્પાએ પરાણે તારી સાથે લ કરાવ્યા છે, બોલ તારે છૂટાછેડામાં કેટલા પૈસા જોઈએ છે? ગોંડલમાં રહેતી પરિણીતાની પતિ સાસુ–સસરા સામે ફરિયાદ





હાલ ગોંડલમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ ખડવંથલીના વતની પતિ અને સાસુ સસરા સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.



જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલના ભગવતપરા વિસ્તારમાં માવતરના ઘરે રહેતી કૃપાલીબેન (ઉ.વ ૨૬) દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલના ખડવંથલીમાં રહેતા પતિ દર્શક, સસરા શશીકાંત નાગજીભાઈ ગીણોયા અને સાસુ શારદાબેનના નામ આપ્યા છે. પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના લ ગત તારીખ ૨૫ ૨૦૨૩ ના ખડવંથલીના દર્શક સાથે થયા હતા. લ બાદ તેણી અને સાસરીયે જતા પતિએ બે–ત્રણ દિવસ સારી રીતે રાખ્યા બાદ નાની નાની વાતમાં ઝઘડાઓ કરતો હતો. આ બાબતે સાસુ શારદાબેન ને કહેતા તેણે કહ્યું હતું કે, આવું બધું હત્પં પણ સહન કરતી તારા સસરા પણ મારી સાથે આવું જ કરતા મારા દીકરાનો સ્વભાવ જ આવો છે.
દરમિયાન પતિએ શંકા કુશંકા કરી ઝઘડો કરી પરિણીતાબે ધરાર ફીનાઇલ પીવડાવી વાળ પકડી માથું દીવાલ સાથે ભટકાડું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાસુ સસરા પણ નાની–નાની વાતમાં ઝઘડો કરી મેણાટોણા મારતા હતા.





પતિની બેંગલુમાં નોકરી હોય જેથી પત્ની તેની સાથે રહેવા અહીં ગઈ હતી અહીં પણ પતિ રોજ ઝઘડા કરતો હતો અને કહેતો કે તારા માતા–પિતાના ઘરેથી ફ્રીજ,ટીવી તથા પૈસા લઇ આવ કહી દહેજની માંગણી કરતો હતો અને કહે તો કેમ મારે લ નહોતા કરવા પણ મારા મમ્મી પપ્પાએ તારી સાથે પરાણે લ કરાવ્યા છે તારે છુટાછેડા જોઈતા હોય તો બોલ કેટલા પૈસા જોઈએ છે.





પટેલ પરિણીતાએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, પતિ ડ્રગ્સ, દા,ગાંજાનો વ્યસની હોય જેથી નશો કરી અવારનવાર ઝઘડાઓ કરતો હતો. તેમજ રાત્રિના પત્નીને એકલી મૂકી બહાર જતો રહેતો તથા તેણીના માતા પિતાને ફોન કરી ગાળો ભાંડતો હતો પતિના સીતમથી કંટાળી તેણીએ સાસુ–સસરાને કહ્યું હતું કે, હત્પં ખડવંથલી આવી જવું છું પરંતુ સાસુ સસરાએ કહ્યું હતું કે, તું અહીં આવ તો અમારી આબ શું તેમ કહી અહીં આવવાની ના કહી હતી.




ગત તારીખ ૧૬૬૨૦૨૩ ના પતિએ ફરી શંકા કુશંકા કરી ઝઘડો કરી તેણીનો ફોન પણ ફેંકી દીધો હોય અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પરિણીતા અહીં બેંગ્લોરમાં તેના સગાના ઘરે જતી રહી હતી પતિએ ત્યાં પહોંચી પણ ઝઘડો કર્યેા હતો. જેથી અંતે તેણી અહીં માવતરના ઘરે આવી ગઈ હતી અને ત્યારબાદ તેણે આ ફરિયાદ નોંધાવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application