હુરુન લિસ્ટઃ મુંબઈમાં બેઈજિંગ કરતાં વધુ અબજોપતિ, એશિયામાં સૌથી વધુ બિલિયોનર્સ સાથે માયાનગરી પ્રથમ

  • March 26, 2024 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બેઇજિંગે 18 અબજોપતિ ગુમાવ્યા તો સામે મુંબઈમાં આ વર્ષે 26 અબજોપતિ ઉમેરાયા : મુંબઈના કુલ અબજોપતિઓની સંપત્તિ 445 બિલિયન ડોલર


મુંબઈમાં હવે બેઈજિંગ કરતાં વધુ અબજોપતિ છે. જે સાથે માયાનગરી પ્રથમ વખત એશિયાના અબજોપતિની રાજધાની બની છે. મુંબઈમાં 92 અબજોપતિઓ છે જયારે બેઈજિંગમાં અબજોપતિઓની સંખ્યા 91 છે. હુરુન રિસર્ચની 2024 ગ્લોબલ રિચ લિસ્ટ દર્શાવે છે કે, જ્યારે ભારતના 271ની સરખામણીમાં ચીનમાં એકંદરે 814 અબજોપતિ છે. વૈશ્વિક સ્તરે, મુંબઈ અબજોપતિઓની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે છે, પ્રથમ નંબરે 119 અબજોપતિ સાથે ન્યૂયોર્ક છે, જયારે બીજા નંબરે 97ની સંખ્યા સાથે લંડન છે.


યાદી દર્શાવે છે કે, બેઇજિંગે 18 અબજોપતિ ગુમાવ્યા તેની સરખામણીમાં મુંબઈમાં આ વર્ષે 26 અબજોપતિ ઉમેરાયા, મુંબઈના કુલ અબજોપતિઓની સંપત્તિ 445 બિલિયન ડોલર છે, જે પાછલા વર્ષ કરતાં 47% વધુ છે. બીજી બાજુ, બેઇજિંગની કુલ અબજોપતિની સંપત્તિ 265 બિલિયન ડોલર જેટલી છે, જેમાં એકંદરે 28% ઘટાડો નોંધાયો છે. 



મુંબઈના સંપત્તિ ક્ષેત્રોમાં ઊર્જા અને ફાર્માસ્યુટિકલ્સનો સમાવેશ થાય છે, જેમાં મુકેશ અંબાણી જેવા અબજોપતિના નામનો સમાવેશ થાય છે. ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર, મુકેશ અંબાણી સંપત્તિમાં વધારા સાથે 10મા ક્રમે છે, જેનો શ્રેય મુખ્યત્વે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને જાય છે. એ જ રીતે ગૌતમ અદાણીની સંપત્તિમાં થયેલા વધારા બાદ તેઓ વૈશ્વિક રેન્કિંગમાં આઠ સ્થાન આગળ વધીને 15મા સ્થાને પહોંચી ગયા છે. એચસીએલના શિવ નાદર અને તેમના પરિવારની સંપત્તિ અને વૈશ્વિક રેન્કિંગ બંનેમાં સુધારો થયો છે. તે 16 સ્થાન આગળ વધીને 34મા નંબર પર પહોંચી ગયા છે.


ગ્લોબલ રિચ લિસ્ટમાં કેટલાક ભારતીય અબજોપતિઓની વૈશ્વિક રેન્કિંગમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના સાયરસ એસ પૂનાવાલાએ 82 બિલિયન ડોલરની નેટવર્થ સાથે થોડો ઘટાડો (નવ સ્થાન ઘટીને 55મા ક્રમે) નોંધાવ્યો છે. સન ફાર્માસ્યુટિકલ્સના દિલીપ સંઘવી અને કુમાર મંગલમ બિરલા પણ ભારતના અબજોપતિ ગ્રુપમાં યોગદાન આપે છે. આ સાથે જ રાધાકિશન દામાણી આઠ સ્થાન આગળ વધીને 100માં સ્થાને પહોંચી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application