બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જામનગર ખાતે યોજાયું ૫૦૦૦થી અધિક મહિલાઓનું વિરાટ મહિલા સંમેલન
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જામનગર ખાતે યોજાયું ૫૦૦૦થી અધિક મહિલાઓનું વિરાટ મહિલા સંમેલન
November 11, 2025 10:49 AM
* બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જામનગર પધારેલા પરમ પૂજ્ય ગુર હરી મહંતસ્વામી મહારાજના આગમન નિમિત્તે યોજાતા અનેક વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે મહિલા સંમેલનની શાનદાર ઉજવણી થઈ..
* તા. ૧૦ નવેમ્બરે , સોમવારે સાંજે " મને પ્રગટ મળ્યા પુરુષોતમ આજ " આ મધ્યવર્તી વિચાર સાથે યોજાયેલ સંમેલનમાં જામનગર , ખંભાળિયા , ભાણવડ અને જામજોધપુર વગેરે વિસ્તારોમાંથી પધારેલા ૫૦૦૦થી અધિક મહિલાઓથી સમગ્ર સભામંડપ છલકાઈ ઊઠ્યો હતો.
* સાંજે ૬:૦૦ વાગ્યે મંગળા ચરણ અને પ્રાર્થનાથી સંમેલનનો મંગલ પ્રારંભ થયો. સંમેલનને અનુરૂપ સભાગૃહમાં વિશેષ શોભા કરવામાં આવી હતી .
* અક્ષર પુરુષોત્તમ મહારાજનું સભાની અંદર ખૂબ ભવ્યતાપૂર્વક સ્વાગત કર્યું અને ૧૦૧ વાનગીનો અન્નકૂટ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.
* Baps ની બાલિકાઓએ અદ્ભુત સ્વાગત નૃત્ય પ્રસ્તુત કરી સૌને ઉમળકાથી સત્કાર્યા હતા.
* આજના સમારોહમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિ તરીકે સહજાનંદ નામાવલી પર ૫૨ બાલીકાએ પ્રસ્તુત કરેલ કલાસિકલ નૃત્યએ સહુ કોઈના મન મોહી લીધા હતા.
* ૫૬ યુવતીઓ દ્ગારા સપનું છે કે શું એ રાસની સુંદર રજૂઆત કરવામાં આવી.
* બીએપીએસ વિદ્યામંદિરની ૨૧ બાલિકાઓ દ્વારા નૃત્ય, એક પાત્રીય અભિનય, સ્કીટ અને સંવાદોની આબેહૂબ પ્રસ્તુતિ કરવામાં આવી.
* આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પધારેલ ભૂતપૂર્વ મંત્રી વિધાનસભા તથા રાજ્ય શિક્ષણ મંત્રી વસુબેન ત્રિવેદી , શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી , ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા , આર.એફ.ઓ (રેન્જ ફોરેસ્ટ ઓફિસર) દક્ષાબેન વાઘાસિયા , બીએપીએસ સંસ્થા મોરબી ક્ષેત્રના સંયોજક ઉર્મિલાબેન આસર, મહિલા કોર્પોરેટર તથા અન્ય વિશિષ્ટ મહેમાનો વગેરે હાજર રહ્યા હતા.
* આ વિરાટ મહિલા સંમેલન દ્વારા Bapsની બાલિકા , યુવતી અને મહિલાઓએ શિક્ષણ , સંસ્કાર અને સદાચારએ નારીની શોભા છે તથા પ્રગટ ભગવાનના સાંનિધ્યથી તમામ સમસ્યાઓના સમાધાન પ્રાપ્ત થાય છે તે વિષયક સુંદર પ્રેરણા આપી હતી.