યુટયૂબરે એમ કે સ્ટાલિન વિરુદ્ધ ટીપ્પણી કર્યા બાદ ધરપકડ થતા થયો હતો વિવાદ, હાઈકોર્ટે જામીન રદ કરતા યુવકે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પર સરકારનું સમર્થન કે ટિકા કરનારાઓનું પ્રમાણ વધી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન સવાલ ઉઠાવતા કહ્યું હતું કે જે લોકો યુટયુબ પર ટિકાઓ કરી રહ્યા છે તેઓને ચૂંટણી પહેલા જેલમાં મોકલવાનું શરૂ કરી દઇશું તો કેટલા લોકો જેલમાં જશે?
તામિલનાડુમાં એક યુટયૂબર દ્વારા સરકારની ટિકા કરવામાં આવી હતી, જેને પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી. તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અંગે વાંધાજનક ટિપ્પણી બદલ ધરપકડ કરાયેલા યુટયૂબર એ. દુરાઇમુરુગને મદ્રાસ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને શરતો સાથે મંજૂર કરાઇ હતી. જોકે બાદમાં હાઇકોર્ટે એમ કહીને રદ કરી દીધી કે અરજદારે જામીન મળ્યા બાદ પણ વાંધાજનક ટિપ્પણીઓ કરવાનું શરૂ રાખ્યું હતું.
જે બાદ યુટયૂબરે સુપ્રીમ કોર્ટમાં ગુહાર લગાવી હતી. તેની અપીલની સુનાવણી ચાલી રહી હતી ત્યારે તામિલનાડુ સરકાર વતી હાજર વકીલ મુકુલ રોહતગીને સુપ્રીમના ન્યાયાધીશ અભય એસ ઓકા અને ન્યાયાધીશ ઉજ્જલ ભુયાનની બેંચે સવાલ કર્યો હતો કે ચૂંટણી પહેલા યુટયૂબ પર ટિકા કરનારાઓની ધરપકડ કરવાનું શરૂ કરવામાં આવે તો કેટલા લોકો જેલમાં જશે? સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે એ કોણ નક્કી કરશે કે ટિપ્પણી વિવાદિત છે કે નહીં? આ કેસમાં અમને નથી લાગી રહ્યું કે અરજદાર યુટયૂબરે તેને મળેવી સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો હોય. બાદમાં રોહતગીએ અપીલ કરી હતી કે જામીન મંજૂર કરવામાં આવે તો પણ યુટયૂબર પર શરતો મુકવામાં આવે કે તે ફરી આવી કોઇ ટિપ્પણી નહીં કરે. જોકે સુપ્રીમ કોર્ટે આવી કોઇ શરત મુકવાની ના પાડી દીધી હતી અને અરજદારના જામીન મંજૂર કર્યા હતા. યુટયૂબર સામે વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં એમ બે ફરિયાદો થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech