ચાર બાળકો સહિત ૭ જાનૈયાઓના ઘટનાસ્થળે જ દર્દનાક મોત, અન્યોની હાલત ગંભીર
બિહારના ખાગરિયા જિલ્લામાં એક કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો છે. જાનૈયાઓની કાર અને ટ્રેક્ટર વચ્ચે અથડામણમાં 8 લોકોના મોત થયા છે. પાસરાહા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ એનએચ-31 પર સ્થિત પેટ્રોલ પંપ પાસે આજે વહેલી સવારે સિમેન્ટ ભરેલા ટ્રેક્ટર સાથે અથડાતા એક્સયુવી કારમાં ચાર બાળકો સહિત આઠ જાનૈયાઓ મૃત્યુ પામ્યા હતા. ઉપરાંત ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સદર હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું.
બધા ખગરિયાના મોહનપુર ગામમાં સ્થિત એક લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે એક્સયુવીના ડ્રાઈવરને ઝોંકુ આવવાના કારણે વાહન સીમેન્ટ ભરેલા ટ્રેક્ટર સાથે અથડાયું હતું. ઘટના બાદ તરત જ વાહનમાંથી ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ અંદર ફસાયેલા ત્રણ માસૂમ બાળકોના મૃતદેહ જેસીબીથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે પાંચ લોકોને સારવાર માટે સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
આ ઇજાગ્રસ્તોમાં પરબટ્ટા પોલીસ સ્ટેશન વિસ્તારના બિથલા ગામના પ્રકાશ સિંહનું સદર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પસરહા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંજય વિશ્વાસ સહિત મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટના સ્થળે ધામા નાખ્યા હતા. ઘટનાને પગલે લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનર્સિંગ પરિક્ષાના મુદ્દે હાઇકોર્ટેની સરકારને રાહત, ભરતી પ્રક્રિયા રોકવાની માંગ ફગાવી
April 25, 2025 02:42 PMન્યૂયોર્ક ટાઈમ્સે હુમલાને આતંકવાદીના બદલે ઉગ્રવાદ ગણાવતા યુએસ સરકારે ઠપકો આપ્યો
April 25, 2025 02:34 PMબાંદીપોરામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, બે થયા સૈનિકો ઘાયલ
April 25, 2025 02:27 PM3.5 કરોડના જીએસટી ક્રેડિટ કૌભાંડના વધુ બે આરોપીના જામીન સેશન્સ દ્વારા મંજુર
April 25, 2025 02:25 PMવીરડા વાજડીના કરોડોના પ્લોટના ઉતરોત્તર દસ્તાવેજો રદ કરવાનો વાદીનો દાવો ફગાવાયો
April 25, 2025 02:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech