પરિવાર સાથે રજાઓ માણવા જતા મળ્યું મોત, બીજા દિવસે દરિયા માઠી પાઇલોટ સહીત ચારેયના મળ્યા મૃતદેહ
જર્મનીમાં જન્મેલા હોલીવુડ અભિનેતા ક્રિશ્ચિયન ઓલિવરનું અમેરિકામાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આ અકસ્માતમાં તેની બે પુત્રીઓએ પણ જીવ ગુમાવ્યો છે. અભિનેતાનું વિમાન ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. આ માહિતી સ્થાનિક પોલીસે આપી હતી. ક્રિશ્ચિયન ઓલિવર "ધ ગુડ જર્મન" અને ૨૦૦૮ની એક્શન-કોમેડી "સ્પીડ રેસર"માં જ્યોર્જ ક્લુની સાથે મોટા પડદા પર દેખાયા હતા. રોયલ સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ પોલીસ ફોર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે જે ખાનગી અને સિંગલ એન્જિન વિમાનમાં મુસાફરી કરી રહ્યો હતો તે ગુરુવારે ક્રેશ થયું હતું.
હોલિવૂડ એક્ટરનું પ્લેન સમુદ્રમાં પડતાની સાથે જ માછીમારો, ડાઇવર્સ અને કોસ્ટ ગાર્ડ તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા, ત્યારબાદ ત્યાંથી ચાર મૃતદેહો મળી આવ્યા હતા. આ વિમાન દુર્ઘટનામાં ૫૧ વર્ષીય ઓલિવર, તેની બે પુત્રીઓ મદિતા (૧૦ વર્ષ) અને અનિક (૧૨ વર્ષ) અને પાયલટ રોબર્ટ સૅક્સનું મૃત્યુ થયું હતું. તેમનું વિમાન ગુરુવારે બપોરે ગ્રેનેડાઇન્સના નાના ટાપુ બેકિયાથી સેન્ટ લુસિયા તરફ જઈ રહ્યું હતું. મળતી માહિતી મુજબ, એવું લાગે છે કે અભિનેતા તેના પરિવાર સાથે રજાઓ પર જઈ રહ્યો હતો.
થોડા દિવસો પહેલા હોલિવૂડ એક્ટર ક્રિશ્ચિયન ઓલિવરે ઈન્સ્ટાગ્રામ પર બીચની તસવીર પોસ્ટ કરી હતી. અભિનેતા ક્રિશ્ચિયન ઓલિવર ૬૦ થી વધુ ફિલ્મો અને ટીવી શોમાં દેખાયો છે, જેમાં ટોમ ક્રૂઝની ફિલ્મ "વાલ્કીરી" નો સમાવેશ થાય છે. ઓલિવરે તેની શરૂઆતની કારકિર્દીમાં ટીવી શ્રેણી "સેવ્ડ બાય ધ બેલ: ધ ન્યૂ ક્લાસ" અને ફિલ્મ "ધ બેબી-સિટર્સ ક્લબ"માં કામ કર્યું હતું. તેણે જર્મનીમાં પ્રખ્યાત પોલીસ શો "અલાર્મ ફર કોબ્રા ૧૧" માં બે સીઝન માટે અભિનય કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech