હિમાલયની મધમાખીઓ બનાવે છે દુનિયાનું સૌથી નશીલું મધ !

  • July 11, 2023 06:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વડીલો કહેતા રહે છે કે મધનું સેવન કરવાથી ઘણી બીમારીઓ ભાગી જાય છે. પરંતુ, શું તમે ક્યારેય લાલ મધ વિશે સાંભળ્યું છે? આ એવું મધ છે જે કોઈ નશાથી ઓછું નથી. તે વિશ્વની સૌથી મોટી મધમાખીઓ દ્વારા બનાવવામાં આવે છે, જેનું નામ હિમાલયન ક્લિફ બીઝ છે. 

હિમાલયની મધમાખીઓ લાલ મધ બનાવવા માટે ઝેરી ફળોમાંથી રસ એકત્રિત કરે છે. આ મધ ખૂબ જ નશાકારક છે. આ સાથે તેમાં અનેક ઔષધીય ગુણો પણ છે. આ જ કારણ છે કે સમગ્ર વિશ્વમાં લાલ મધની ખૂબ માંગ છે. આ મધના ઘણા ફાયદા છે. આ મધ શિલાજીત કરતા પણ વધુ અસરકારક છે. લાલ મધ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર માટે પણ ફાયદાકારક છે. જોકે, લાલ મધની મોટાભાગે નશાના કારણે જ માંગ રહે છે.

નેપાળના દૂરના વિસ્તારોમાં લાલ મધ જોવા મળે છે. આ મધની એક ખાસ વાત એ છે કે તેને નીકાળવું કોઈ જોખમથી ઓછું નથી. લાલ મધનું નિષ્કર્ષણ કોઈપણ સામાન્ય મધ કરતાં વધુ ખતરનાક છે. ગુરુંગ જનજાતિના લોકો તેને ખૂબ મહેનતથી કાઢે છે. 

લાલ મધનો નશો કેટલાક અંશે એબ્સિન્થે જેવો છે. જાણીને નવાઈ લાગશે કે એબસિન્થે એક એવું નશીલા પીણું છે જે ઘણા દેશોમાં પ્રતિબંધિત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application